કહેવાય છે કે રામેશ્વરમ મંદિર એક માત્ર એવું મંદિર છે, જેનું પ્રાંગણ દુનિયાનું સૌથી મોટું પ્રાંગણ છે. તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું આ રામેશ્વરમ મંદિર પ્રાચીન સમયમાં બાંધવામાં આવેલ સુંદર સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે. આ મંદિરની સુંદરતા અને કલાકૃતિ ખૂબ જ અદ્ભુત છે. આ મંદિર એક હજાર ફૂટ લાંબુ અને 650 ફૂટ પહોળું છે. બે ચાલીસ ફૂટ ઊંચા પથ્થરો પર સમાન લંબાઈનો લાંબો પથ્થર મૂકીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે રામેશ્વરમ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થરો શ્રીલંકાથી બોટ દ્વારા લાવવામાં આવેલા હતા.
ભગવાન શ્રીરામ દ્વારા બાંધવામાં આવેલ મંદિરનો ઈતિહાસ, તેનાં પરિસરમાં આવેલ મંદિરો, મંદિરની રચનાત્મક શૈલી, રામેશ્વરમ આસપાસ આવેલ સ્થળો વિશે જાણો જલસોનાં ચારધામ યાત્રા સ્પેશિયલ પોડકાસ્ટમાં.