શિવને પામવા માટે કે શિવ સુધી પહોચવા માટે વૈરાગી કે સંન્યાસી હોવુ જરુરી છે જ નહીં. મારા મતે શિવ સુધી પહોચવાના બે રસ્તા છે. એક દેખીતી રીતે અધ્યાત્મનો અને બીજો માર્ગ છે કદાચ પ્રવાસનો કે સફરનો. જો કે આ બે માંથી એક પણ રસ્તો સરળ નથી. પણ જો તમે આજના youthને પૂછો તો તે કદાચ અધ્યાત્મમાં રસ IG reels પુરતો જ લે છે. પણ travel કરીને, અણજાણી સફર ખેડીને એમને એમનાં શિવ સુધી કદાચ પહોચવું છે. શિવ સુધી પહોચવા માટે સખત્ત adventure કરવું કે એવી જગ્યા એ જવું જ્યાં પહોચવું ખરેખર challenging હોય છે. એ પણ આ Morden age ની ભક્તિનો જ એક ભાગ બની ચુક્યું છે.
આપણે બધા ૧૨ જ્યોતિર્લીંગ વિશ તો જાણીએ જ છીએ. પણ તમને ખબર છે? એવી બીજી કેટલીય જગ્યાઓ છે, જે શિવ ઉપાસનાના શ્રેષ્ઠ સ્થાનો છે. એ જગ્યાએ પહોચવાના રસ્તા સરળ નથી, પણ વ્યક્તિની ત્યાં સુધી પહોચવાની ઝંખના શક્ય છે કદાચ તેને શિવ સુધી પહોચાડી દે છે. આ સફરમાં કે આ સફરના રસ્તાઓ ઉપર એવી કોઈ ભવ્યતા નથી. પણ જયારે વ્યક્તિ આટલી બધી લાંબી અને અઘરી મુસાફરી કરીને એ સ્થાન સુધી પહોચે છે ત્યારે, એને એ ઉર્જાનો અનુભવ થાય છે જેની માટે એમણે આ રસ્તો પસંદ કર્યો હતો.
There will be something Devine he will find in this route. બસ… તો એટલા માટે જ આ પોડકાસ્ટ છે. જેમાં આપણે વાત કરીશું એવી જગ્યાઓની, એવા ભૌગોલિક રસ્તાઓની , એવા Routeની જે કદાચ તમને તમારા શિવ સુધી લઈ જશે. આ એ route છે જે જીવને શિવ સુધી લઈ જાય. છે. Route to Shiva પોડકાસ્ટમાં અમે વાત કરી છે ભારતના કેટલાક એવા શિવ સ્થાનકો વિષે જેના વિષે બહું ઓછા લોકોને ખ્યાલ હશે. એ જગ્યાઓ આમ તો જાણીતી છે પણ એ જગ્યા સુધી પહોચવાના રસ્તાઓ હજીય અજાણ્યા છે.એવું માનવામાં આવે છે કે એ જગ્યાઓ એ તમને શિવ તત્વ અનુભવાય છે. તમને એ જગ્યાઓ સુધી લઈ જવાનો અમારો આ પ્રયાસ છે.