‘સંત સપુતને ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ,
તારે પણ મારે નહી એને તાર્યા ઉપર ભાવ.’
જેનું હૃદય શુદ્ધ હોય ભાવનાઓ શુદ્ધ હોય અને જેના મનમાં સદાય અન્ય માટે કલ્યાણકારી ભાવનાઓ હોય, બીજાનું હિત કરવાની ભાવના હોય એ માણસ આપોઆપ જ મહાન બની જાય છે. પછી મહાનતા ઉપરનું પદ એટલે સાધુતા. સાધુ કે સંતના જીવનની વાતો જ અનેરી હોય છે. કારણ કે તેમના વિચારો બધાથી અલગ પડતા હોય છે. એવા જ એક સંત મહાપુરુષ હતા પ્રમુખ સ્વામી મહારાજ. તેમના જીવનની યાત્રાના અનુભવ જાણવા જેવા છે. કારણ કે એ માત્ર તેમની યાત્રા જ નથી બની રહેતી પરંતુ તેમના હરિભક્તો માટે પ્રમુખ સ્વામીને મળવું એ ભગવાનને મળવા બરાબર હતું. સંતત્વ શું હોય કે જેની સોડમ આજે પણ એવી જ છે. માણસનું પ્રારંભનું જીવન સત્સંગી રહે તો આખું આયખું સુધરી શકવાની સંભાવના રહે છે. પ્રમુખ સ્વામી મહારાજને સાધુનો સંગ લાગ્યો અને તેમણે પોતાના જીવન સાથે સાથે લાખો આસ્થાવાન ભક્તોના જીવનમાં પણ પ્રકાશ લાવ્યા. એવા સંતમહાપુરુષનું જન્મ શતાબ્દી વર્ષ પૂરું ગુજરાત, આખા દેશ અને વિશ્વ હર્ષલ્લોલાશ સાથે ઉજવી રહ્યું હતું. ત્યારે તેમના વિચારો અને કાર્યો કેટલા સેવાપ્રેરક, સાચા અને લોકહિતમાં રહ્યાં હતાં તે વિશે સાંભળો જલસો પર પ્રમુખ પાવની પોડકાસ્ટમાં.