પરમવીર ચક્ર, નામ સાંભળીને જ પોરસ ચડે છે ને! પરમવીર ચક્ર, એક એવું સન્માન જે મેળવવું દરેક સૈનિકનું સપનું હોય છે. ભારત દેશનું સૌથી મોટું સૈન્ય સન્માન, જે આઝાદીના 75 વર્ષ બાદ પણ માત્ર 21 વીર જવાનો જ મેળવી શક્યા છે. ભારતના મહાન સૈન્ય જવાનોના સૌથી મોટા પરાક્રમ માટે આપવામાં આવતું આ સન્માન સેનાના જવાનોને હંમેશા પ્રેરણા પૂરી પાડે છે.
પરમવીર ચક્રથી સન્માનિત આ જવાનોને આપણે આદર આપવા સિવાય બીજું કંઇ કરી ન શકીએ, તેથી આ મહાન સપૂતોના જીવન અને કાર્યને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના આશયથી જલસો દ્વારા ‘પરમવીર ચક્ર’ નામનો પોડકાસ્ટ શરુ કરવામાં આવ્યો. જેના પરમવીર ચક્રથી સન્માનિત જવાનોના જીવનની આછેરી જલક અને તેમનું એ પરાક્રમ જેના કારણે તેઓ પરમવીર ચક્રના હકદાર બન્યા તેની કથા રજુ કરીએ છીએ. જેમાં મેજર સોમનાથ શર્મા, લાન્સ નાયક કરમસિંહ, સેકંડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે, નાયક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન ગુરુબચનસિંહ સલારિયા, મેજર ધનસિંહ થાપા, સુબેદાર જોગીન્દર સિંહ, મેજર શૈતાનસિંહ ભાટી અને કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદના મહાન પરાક્રમની ગાથા તમને સાંભળવા મળશે.
જલસોના આ પોડકાસ્ટ ‘પરમવીર ચક્ર’ દ્વારા સામાન્ય લોકો સૈનિક જીવનને જાણી શકે અને તેમની રક્ષા કરતા જવાનો પર અભિમાન કરી શકે. ભારત માતા કી જય.