હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ધડાકા પછી જાણે દુનિયાનો નકશો જ બદલાઈ ગયો. એ અણુબોમ્બના જનક જે. રોબર્ટ ઓપનહાઈમરનું જીવન ખુબ જ ઉતાર ચઢાવ વાળું રહ્યું હતું. આ પોડકાસ્ટમાં અમે રોબર્ટ ઓપનહાઈમર વિષે ડીટેઈલમાં વાત કરી છે. જેમાં રોબર્ટ ઓપનહાઈમરનું શરૂઆતી જીવન, એટમ બોમ્બ ટેસ્ટીંગ ‘The Trinity Test’ વિષે વાત કરી છે. ઉપરાંત રોબર્ટ ઓપનહાઈમરના જીવનમાં ભગવદ ગીતાનું પણ ખુબ મહત્વ રહ્યું હતુ. તેમણે ‘The Trinity Test’ બાદ ભગવદ ગીતાનો શ્લોક ઉચ્ચારતા કહ્યું હતું. ‘I am become death, Destroyer of worlds’ પણ તે પછી તેમના જીવનમાં ઘણાં વળાંક આવ્યા. તેમને US સરકાર તરફથી ‘ગદ્દાર’નું ટાઈટલ આપી દેવામાં આવ્યું અને તેમનું સિક્યોરીટી ક્લીયરન્સ પણ છીનવી લેવામાં આવ્યું હતું. આ આખા ઘટનાક્રમ વિષે હોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને એક ફિલ્મ પણ બનાવી છે, જેના વિશેની વાત પણ અમે અમારા આ સ્પેશિયલ પોડકાસ્ટ ઓપનહાઈમરમાં કરી છે. સાંભળો સ્પેશિયલ પોડકાસ્ટ ‘ઓપનહાઈમર’ ઓન્લી ઓન જલસો.