Mental health આ શબ્દ હવે તો પહેલાની જેમ ટેબુ નથી રહ્યો. આપણા સમાજમાં એના વિષે ખુલીને વાત થતી થઇ છે. પરંતુ ક્યારેક આ વિષે વાત કોની સાથે કરવી? કોની વાત સાંભળવી? કોની મદદ લેવી? આ બધા સવાલો માનસિક રીતે વિચલિત હોય તેને થતા હોય છે. ઘણીવાર સમસ્યા નાની હોય પણ તેના માટે મદદ કોઈ જાણકારની જ જોઈએ છે. આ વિચાર સાથે તૈયાર થયેલો અમારો પોડકાસ્ટ એટલે ‘મનાતીત’, આ શો રજુ કરે છે નીરા પટેલ. જેઓ ખુબ જ જાણીતા Clinical Psychologist અને Hypnotherapist છે. તેઓ વર્ષોથી આ ક્ષેત્રમાં છે અને ઘણા લોકોને મદદ કરી ચુક્યા છે. નીરાએ પોતાના અનુભવ અને જ્ઞાનનાં આધારે આ શોમાં ઘણી એવી વાતો કરી છે જે કોઈ પણ સામાન્ય માણસને મદદ કરી શકે. માનસિક સ્વાસ્થ્ય એ એટલો નાજુક મુદ્દો છે કે તે વિષે હજુ પણ કદાચ વાત ના કરી શકે તો નીરાની સલાહ તો ચોક્કસ કામ લાગી શકે છે. મનાતીતમાં એવા નાજુક મુદ્દાઓ કે જે કદાચ તમે ઘરમાં કે બહાર કોઈને ના કહી શકો એમ તો એવા મુદા વિષે વાત કરી છે. જેથી તમે સાંભળીને પણ તમને આમાંથી કઈ તકલીફ છે તેને આધારે સમસ્યાનું સમાધાન મેળવી શકો.