‘કવિતા એ કાનની કળા’ એવું વિદ્વાનો કહેતા હોય છે. કવિતા સાંભળતા તેનો અર્થ વધુ સારી રીતે સમજી શકાતો હોય છે. ગુજરાતી ભાષામાં અનેક મહાન કવિઓએ કવિતાને સમૃદ્ધી બક્ષી છે. ગુજરાતી ભાષામાં કવિતા ક્ષેત્રે બહુ ઊંચા દરજ્જાનું સર્જન થયું છે. તેથી એ કવિતા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અમે જલસો પર ‘મખમલ’ નામનો વિભાગ શરુ કર્યો, જેમાં ગુજરાતી ભાષાના કવિઓ પોતાના અવાજમાં કવિતા રેકોર્ડ કરે. જેથી કવિતાનો સાચો ભાવ ખુદ કવિ દ્વારા જ ભાવકો સુધી પહોંચી શકે.
મખમલ વિભાગ અંતર્ગત જલસો પર અત્યાર સુધી રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ, મણિલાલ હ.પટેલ, રાજેશ વ્યાસ મિસ્કીન, તુષાર શુક્લ, જવાહર બક્ષી, રાજ લખતરવી, એસ.એસ.રાહી, હર્ષદ ત્રિવેદી, દલપત પઢીયાર, ભરત વિંઝુડા અને ઉદયન ઠક્કર જેવા વરિષ્ઠ અને આદરણીય ગુજરાતી કવિઓની કવિતાઓ રેકોર્ડ થયેલી છે. તે સિવાય અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, તેજસ દવે, મધુસુદન પટેલ, વિરલ દેસાઈ, માધવ આસ્તિક, જુગલ દરજી, સ્નેહી પરમાર, શબનમ ખોજા, રઈશ મનીઆર, પ્રણવ પંડ્યા, હિમલ પંડ્યા, મિલિન્દ ગઢવી, પારુલ ખખ્ખર, અને ચંદ્રેશ મકવાણા જેવા જાણીતા અને લોકપ્રિય કવિઓની કવિતાઓ પણ રેકોર્ડ થયેલી છે. સાથોસાથ રિન્કુ રાઠોડ, નિકુંજ ભટ્ટ, રાણા બાવળિયા, વિકી ત્રિવેદી, રાહુલ શ્રીમાળી, અક્ષય દવે અને અનંત રાઠોડ જેવા યુવા કવિઓની કવિતા પણ રેકોર્ડ થયેલી છે.
જલસો પર મખમલ વિભાગ અંતર્ગત અત્યાર સુધી ગુજરાતી ભાષાના 100 થી વધુ કવિઓની કવિતા તેમના અવાજમાં રેકોર્ડ થયેલી છે. ગુજરાતી ભાષામાં એકસાથે આટલા કવિઓની કવિતા સાંભળી શકવી એવું કદાચ એકમાત્ર પ્લેટફોર્મ જલસો છે. સાંભળો કવિતા અને કરતા રહો જલસો.