ગુજરાતી તરીકે આપણને ઉર્દૂ ભાષા અને શેર-ઓ-શાયરી પ્રત્યે હંમેશાથી લગાવ હોય છે, પણ ઘણીવાર તેના શબ્દો સમજવામાં આપણને તકલીફ પડતી હોય છે. અને ઉર્દૂના શબ્દો આપણને ખુબ અઘરા લાગતા હોય છે. Even ઘણા લોકોને એમ લાગતું હોય છે કે ‘ઉર્દૂએ પારકી ભાષા છે’ પણ ઉર્દૂના ભારતીય મૂળની વાત આ પોડકાસ્ટમાં કરી છે અને સાથે વાત કરી છે કે કેવી રીતે ઉર્દૂ ભાષાએ આપણી રોજીંદા જીવન પર અસર પાડી છે.
આ પોડકાસ્ટ દ્વારા અમે તમને ઉર્દૂ ભાષાની ખુબસુરતી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. અને તમને નવા નવા ઉર્દૂના શબ્દો સાથે શેર-ઓ-શાયરી પણ સંભળાવીએ છીએ. આ પોડકાસ્ટ એવા લોકો માટે છે જે ઉર્દૂ ભાષાને પ્રેમ કરે છે. જો તમને ઉર્દૂ ભાષામાં રસ હોય અથવા તેને શીખવા માંગતા હોવ તો આ પોડકાસ્ટ તો તમારે સાંભળવો જ રહ્યો. સાંભળો ઉર્દૂ ભાષાને સમર્પિત ખુબસુરત પોડકાસ્ટ ફલક – ઉર્દૂ ભાષાનું આસમાન only on જલસો.