ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકા આપણા ભારતનાં મુખ્ય ચારયાત્રા ધામમાનું એક છે. દ્વાપર યુગમાં જન્મેલ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું ઉત્તર જીવન સૌરાષ્ટ્ર વિતાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં આવી દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. હાલનું જે દ્વારકા મંદિર છે, તેનું નિર્માણ ભગવાન કૃષ્ણનાં પ્રપૌત્ર વ્રજનાભે કરાવ્યું હતું. દ્વારકાનો ઈતિહાસ 2200 વર્ષથી વધારે પ્રાચીન છે. ભગવાન દ્વારકાધીશનું મંદિર ‘જગત મંદિર’ તરીકે પ્રસિદ્ધ છે. દ્વારકાધીશનાં ધામનો ઈતિહાસ, મંદિરની રચના, મંદિરનો નિત્યક્રમ, મંદિરનાં પરિસરમાં આવેલ મંદિર, ભગવાન શંકરાચાર્યજીના શારદામઠનું વર્ણન આ પોડકાસ્ટમાં કરવામાં આવ્યું છે. દરેક તીર્થમાં
જઈએ એટલે એક વાત તો નિશ્ચિત હોય છે અને એ છે, દાન કરવું. દ્વારકાધામમાં તોલાદાન કરવાનું વિશેષ મહત્વ છે. દ્વારકાનાં કાંઠે ભગવતી ગોમતી નદીનું સવાર- સાંજનું દ્રશ્ય નિહાળવા જેવું હોય છે. દેવભૂમિ દ્વારકા મંદિરનાં ઈતિહાસથી લઇ
આજે દ્વારકાની આસપાસ આવેલ ઘણા પર્યટન સ્થળો વિકસ્યા છે.
દેવભૂમિ દ્વારકામાં સૌથી મોટો પર્વ જન્માષ્ટમી છે. આ સિવાય નાના – મોટા તહેવારો ખુબ ઉત્સાહ સાથે ઉજવાય છે. દ્વારકાધામ અને દ્વારકાધીશની લૌકિક- અલૌકિક વાતો સાંભળો
જલસોનાં આ ચારધામ યાત્રા SPECIAL PODCAST માં.