આપણો ભારત દેશ આપણી સંસ્કૃતિ, રીત-રીવાજો અને રહેણી-કરણી માટે દુનિયાભરમાં બહુ વિખ્યાત છે. કહેવાય છે કે જ્યારે દુનિયાના બાકીના દેશો ઊંઘમાંથી કરવટ લઇ રહ્યા હતા ત્યારે ભારતે સામાજિક, ધાર્મિક, વૈજ્ઞાનિક અને તાર્કિક બધી રીતે નવી નવી ઉંચાઈઓ સર કરી લીધી હતી, પણ વિદેશી આક્રમણો અને પશ્ચિમી સંસ્કૃતિના અતિક્રમણને કારણે આપણે આપણી સંસ્કૃતિથી થોડા વિખુટા પડી ગયા. જે રિત-રિવાજો આપણે હોંશે-હોંશે અનુસરતા તેનો આપણે વિરોધ કરવા લાગ્યા. આપણા ઋષિમુનિઓએ આપણું શરીર અને સમાજ તેની આસપાસના વાતાવરણમાં સુમેળ કરીને જીવી શકે તે માટે આપણી રોજીંદી દિનચર્યામાં ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરી આપણા રીત-રિવાજો ઘડ્યા હતા. આપણા રીત-રિવાજો પાછળના આવા ધાર્મિક, વૈજ્ઞાનિક અને તાર્કિક કારણો રજુ કરતો એક સુંદર પોડકાસ્ટ જલસો પર મુકવામાં આવ્યો છે જેનું નામ છે કલ્ચરોપીડીયા – આપણા રીત-રિવાજોનું વીકીપીડીયા. આ પોડકાસ્ટમાં આપણા દરેક નાના-મોટા રીત-રીવાજો જેમ કે, કેમ શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે? તિલક કેમ કરવામાં આવે છે? મંદિરમાં ઘંટનાદ કેમ કરવામાં આવે છે? જેવી પરંપરાને આવરી લેવાની કોશિશ કરી છે. આપણા રીત-રિવાજો પર સવાલ ઉઠાવતા અને જવાબ શોધતા દરેક વ્યક્તિએ એક વખત તો આ પોડકાસ્ટ સાંભળવો જ રહ્યો. તો જરૂરથી સાંભળજો આપણા રીત-રીવાજો અને પરંપરા પાછળના કારણો દર્શાવતો પોડકાસ્ટ કલ્ચરોપીડીયા માત્ર જલસો મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપ પર.