Palash એક એડ એજન્સીમાં કોપીરાઈટરની જોબ કરે છે. એને રોજ કોઈ પણ પ્રકારનું સપનું આવી જતું હોય છે. એક વાર માઈકલ જેક્સન સાથે દોરી પર સુકવાતા કપડાની કલીપ માટે ઝઘડો પણ કર્યો હતો. મોટા ભાગના સપના મશીન બનવાના આવે. ખાસ કરીને કમ્પ્યુટર, સીપીયુ, માઉસ, લેપટોપ અને કીપેડ પર સહુથી વધુ વપરાતી કી. ક્યારેક ઊંઘમાં મિજાજ મજાનો હોય તો કીપેડની એક માત્ર રંગીન કી પણ Palash જ બને. આનું કારણ મૂળે એ કે પલાશને digital life સાથે ખુબ જોડાયેલું રહેવું પડે છે. નવી એડ્સ લખવાના ideas પણ digital માધ્યમો પરથી પણ ક્યારેક મળી જતા હોય છે. પલાશને ઊંઘ પણ ખુબ પ્રિય છે. બસ ખાલી એના સપનાઓ થોડાક Weird હોય છે. હા પણ આ તમામ સપનાઓ પણ એને એની
કોપીઝ લખવામાં હેલ્પફુલ રહેતા હોય છે. કોપીઝ લખવા માટે સહુથી વધારે helpful રહેતા હોય છે એના Observations. કરેલા Observations પરથી ક્પોઈઝ લખતા લખતા ઘણા extra વિચારો પણ મનમાં આવતા હોય છે. એના વિચારો અને ઓબ્ઝર્વેશન્સને એ વાર્તા સ્વરૂપે ઢાળી દેતો હોય છે. આ વાર્તાઓને પલાશ આપણી સમક્ષ રજુ કરે છે. કારણ એક કે એની વાર્તાઓને સારા શ્રોતાઓ મળી રહે. કારણ કે તે આપણી જ વાર્તાઓને આપણી સામે લાવવાનું કામ કરે
છે, આ વાર્તાઓ ભલે કાલ્પનિક હોય પણ આના પાત્રો કાલ્પનિક નથી. આના પાત્રો કદાચ આપણી આસપાસ આપણને જોવા મળી શકે છે. તો આ આપણા જીવન સાથે જોડાયેલી વાર્તાઓ સાંભળો પલાશ સાથે કોપીરાઈટરની કહાણીઓમાં.