તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બેકિંગ કેક અને જિંદગીની સફર એકબીજાને મળતી આવે છે? જેમ કે કેક બનાવતા સમયે તમારું મન એકદમ શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ. એ જ રીતે જિંદગીમાં પણ કોઈ નિર્ણય લેતી વખતે મન શાંત અને કેન્દ્રિત હોય તે યોગ્ય છે. આ જ વાતને એકદમ સરળ રીતે સમજાવે છે, આ પોડકાસ્ટનાં હોસ્ટ ભક્તિ શાહ. ભક્તિ પોતે ખુબ જ સરસ બેકર છે. ખુબ જ સુંદર બ્રેડ બેક બનાવે છે અને એ બેકિંગની સફર દરમિયાન થતા અનુભવોને તેમણે એક ડાયરીમાં લખ્યા છે. તેમની આ જ આવડતને જલસોએ આપ્યું પોડકાસ્ટનું રૂપ જેનું નામ રાખ્યું ‘બેકિંગ લાઈફ વિથ ભક્તિ. જિંદગીની એ નાની નાની વાતો જે આમ તો ખુબ તુચ્છ લાગે. પણ જો એણે અવગણીએ તો જિંદગીમાં શાંતિ ના રહે. જેમ કે તમે કંઇ પણ બેક કરો, બ્રેડ કે કેક પણ જ્યાં સુધી તે ઓવનમાં તે બેક થતી હોય ત્યારે આપણે ધીરજ રાખીને બેસવું જ પડે. તમે ઉતાવળ કરીને એને સમય પહેલા જ બહાર કાઢી લો તો તે સરખી ના થાય. આવું જ જીવનનું પણ છે. દરેક તબક્કે ધીરજ રાખીને જ કામ કરવું પડે. આવી સુંદર અને સરળ વાતો એટલે બેકિંગ લાઈફ વિથ ભક્તિ.