ભારતમાં ઘણાં શિવલિંગ સ્થાપિત છે. એમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગનો મહિમા કંઇક અનોખો જ છે. આ દિવ્ય જ્યોતિવાળા શિવલિંગને પુરાણોમાં જ્યોતિર્લિંગ કહેવાયા છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ‘કોણ મહાન’ના વિવાદનું સમાધાન કરવા માટે એક જ્યોતિર્મય લિંગ પ્રગટ કર્યું. તે એટલું વિરાટ હતું કે તેનો આદી કે અંત નહોતો. બ્રહ્મા અને વિષ્ણુ આ જ્યોતિર્લિંગની શરૂઆત અને અંતને જાણીને શિવના દૈવી સ્વભાવ વિશે જાણી શક્યા. આ સમયથી જ શિવને પરબ્રહ્મ માનીને જ્યોતિર્લિંગની પ્રતીક તરીકે પૂજા શરૂ થઈ. ભારતમાં આવા 12 જ્યોતિર્લિંગ છે. કહે છે કે જે વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે, તો તે મોક્ષ પામે છે. અને તે તમામ જ્યોતિર્લિંગની કથાઓનું પણ એટલું જ મહત્વ રહેલું છે. તમને 12 જ્યોતિર્લિંગના સાક્ષાત્કારની અનુભૂતિ એ જ્યોતિર્લિંગની 12 કથાઓ સાંભળીને થઇ શકે છે. કહે છે કે ભોળા શિવની કથા માત્ર સાંભળવાથી પણ મનુષ્યનો ઉદ્ધાર થાય છે. તો જરૂર સાંભળો 12 જ્યોતિર્લિંગની કથાઓ.