For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

Let Love Read – જલસો પર પ્રેમકથાઓનું નાટ્યાત્મક પઠન અને શ્રોતાઓનો રાજીપો

Let Love Read

દરિયાના મોજા કંઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ …

– તુષાર શુક્લ

Let Love Read

ગુજરાતી સાહિત્યના અદભુત કવિ તુષાર શુક્લ દ્વારા આ સુંદર પંક્તિઓ લખવામાં આવી છે અને એ જ સાહિત્યમાં એક થી એક ચડિયાતી પ્રેમ વાર્તાઓ પણ લખવામાં આવી છે. હવે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન ડે પણ આવી રહ્યો છે , તો જલસોએ વિચાર્યું કે આપણા લોકપ્રિય ઈવેન્ટ વાચિકમમાં આ વાર્તાઓનું પઠન થાય તો ખરેખર જલસો પડી જાય. તો એ વિચાર હેઠળ જલસોએ શુક્રવારની સાંજે ‘Let Love Read -પ્રેમ વાર્તાઓનું નાટ્યાત્મક પઠન’ રાખ્યું અને તે પ્રયાસ હાઉસફૂલ શો સાથે સફળ થયો. 

વર્ષોથી સમય બદલાયો પણ પ્રેમ તો એમનો એમ જ અકબંધ રહ્યો છે. 

Let Love Readપ્રેમ એક એવો અનુભવ છે જેને શબ્દોમાં પૂરેપૂરો બાંધી શકાતો નથી, પણ દરેક માણસ તેના અસ્તિત્વને જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવે છે. પ્રેમ માત્ર ભાવના નથી, પરંતુ તે જીવન જીવવાની એક રીત છે. પ્રેમ માણસને બદલવાની શક્તિ ધરાવે છે. ‘Let Love Read -પ્રેમ વાર્તાઓનું નાટ્યાત્મક પઠન’ વાચિકમના આ શોમાં અનેક એવી વાર્તાઓ હતી જે પ્રેમને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરતી હતી.

                      Let Love Read Photo 1 વાચિકમના પઠનમાં આવેલી વાર્તાઓ ખૂબ જુદી જુદી રીતે પ્રેમને  વ્યક્ત કરે છે. કોઈ યુગલના પ્રેમમાં બહુ બધી વાતો છે તો ક્યાંક અત્યંત મૌન છે. કોઈ વાર્તામાં પ્રેમ વ્યક્ત થાય છે અને ક્યાંક કહેવાની જરૂર જ નથી પડતી. તો એક વાર્તામાં તો એવું બને છે કે નાયકની આખી જિંદગી પ્રેમ શોધવામાં જ ચાલી જાય છે. છતાંય પ્રેમ તો મળતો જ નથી. એક વાર્તામાં તો નાયિકા લગ્નના બીજા દિવસે નાયકને કહે છે કે , એક દિવસ હું તને આ મંદિરની પાછળની બાજુ મળીશ તો એ નાયક રોજ ત્યાં જ નાયિકાની રાહ જુએ છે. ક્યાંક પ્રેમ અત્યંત સમજણથી વર્તે છે. આવા અનેક પાત્રો અને અઢળક લેખકો દ્વારા આ એક જ લાગણીને કેટલી અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી છે એ પઠન થતું સાંભળીએ ત્યારે નવાઈ લાગે. એમાં ઘણી એવી વાર્તાઓ હતી જે વર્ષો પહેલા લખાઈ હોવા છતાં આજના સમયને દર્શાવે છે. 

આ કાર્યક્રમ પત્યા પછી લોકોએ આપેલા પ્રતિભાવો તેને વધુ સફળ બનાવે છે. Let Love Read Feedback

“ખૂબ જ અદ્ભુત! મેં પહેલીવાર વાર્તાને કોઈ ચલચિત્રની બદલે મારા ચિત્ત પર નિહાળી.”

“ખુબ જ હદયસ્પર્શી.”

“પ્રેમ આ રીતે વ્યક્ત થતા બહુ આનંદ મળ્યો. આભાર .”

“આવા પ્રોગ્રામ કરતા રહેજો .” 

Let LOve Read Feedback

“ખુબ અદ્ભુત અનુભવ .”

“ખુબ સરસ પ્રેમની અનુભૂતિ થઈ.” 

“વ્યસ્તતાના ઝેર સામે અમૃતની મહેફિલ.” 

“વાર્તાને જીવવાનો મોકો આપવા બદલ ખૂબ ખૂબ આભાર.”

વાર્તાની જીવંત રજૂઆત છે અને આંખોમાંથી અશ્રુ વહી જાય છે. આમ, કાર્યક્રમને અંતે લોકો જે સ્મિત , અશ્રુ અને સંતોષની લાગણી સાથે પરત ફરે છે એ જલસોની સફળતા છે . તો આવી વાર્તાઓ તમે જલસોની એપ પર સાંભળી શકો છો. પરંતુ એને માણવા માટે તો અહીંયા જ આવવું પડે તો બહુ જલ્દી આગળના કાર્યક્રમની જાહેરાત કરીશું જોડાયેલા રહો જલસો સાથે .

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz