For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Jalso Navrat – જલસોના 12 ઓરીજનલ ગરબા

Jalso Navrat

ગુજરાતી ભાષા અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લીકેશન જલસો હંમેશા ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં નવા નવા કોન્સેપ્ટ રજુ કરતું આવ્યું છે. જલસોનું ખુબ જ લોકપ્રિય સેગમેન્ટ વાચિકમ, Live Jamming, ગરબા લાઉન્જ, રણક, અરજ, જમણ અને આવા અનેક નવા નવા વિચારો જલસો દ્વારા રજુ થયા છે. જલસો પર પોડકાસ્ટ અને ગીતોનો બહુ મોટો ખજાનો છે. અને એ બધાની સાથે સાથે અમે અમારા કેટલાક ઓરીજનલ ગીતો પણ ક્રિયેટ કર્યા છે. અને ગુજરાતી ગીતોની એપ હોય અને ગરબા ન હોય એવું તો બની શકે? ક્યારેય નહી! એક ગુજરાતી એપ્લીકેશન તરીકે કદાચ અમારી એ જવાબદારી પણ ખરી કે ગુજરાતી ગરબામાં કંઈક નવીનતા ભર્યા ગરબા ક્રિયેટ કરીએ. અને એ જવાબદારીનું વહન કરતા અમે કેટલાક ગરબા ક્રિયેટ કર્યા, જેને અમે નામ આપ્યું ‘જલસો નવરાત’.

નવરાત્રીના નવલા નોરતા આવી રહ્યા છે, ત્યારે જલસોના ગરબાથી આપનો પરિચય કરાવવો આવશ્યક થઇ જાય છે. ગરબા શું છે, એનું મહત્વ એ બધું કંઇ ગુજરાતીઓને સમજાવવું ન પડે, એ જન્મજાત ખબર જ હોય એટલે એ વાત પર ન જતા સીધી વાત જલસોના સુપરહિટ ગરબા ‘જલસો નવરાત’ વિશે વાત કરીએ.

‘જલસો નવરાત’માં અમે કુલ 12 ઓરીજનલ ગરબા ક્રિએટ કર્યા છે. જેમાં ગુજરાતી સંગીતના ખુબ આદરણીય, જાણીતા અને લોકપ્રિય કલાકારોએ પોતાના શબ્દો, સુર, સ્વરાંકન અને અવાજ આપ્યા છે. સૌપ્રથમ વાત કરીએ જલસોના સૌથી લોકપ્રિય ગરબામાંનું એક ‘અજવાળી રાતો’ વિશે.

Ajwali Raato - નવરાત
નૈષધ પુરાણી લિખિત જલસોનો સૌથી લોકપ્રિય ગરબો.

‘અજવાળી રાતો’ એ જલસોના One of the best Original Songsમાંનું એક ગીત છે. જેના શબ્દો અને સ્વરાંકન જલસોના પ્રોગ્રામિંગ હેડ શ્રીનૈષધ પુરાણીના છે, અને આ ગરબાને સ્વર આપ્યો છે, ગુજરાતની કોકિલકંઠી ગાયિકા ગાર્ગી વોરાએ. તેમના અવાજમાં આ ગરબો અલગ જ નિખાર પામે છે. નૈષધ પુરાણીના શબ્દોને તેમણે સ્વર દ્વારા એટલો અદ્ભુત ઉઘાડ આપ્યો છે કે આ ગરબો સાંભળતા સાંભળતા આપણા પગ સ્થિર રહી જ ન શકે.

અજવાળી રાતો ગમતાં ગોખથી આવે જગાવે મારા

ઓરતા જગાવે મારા નોરતા જગાવે.

આવો જ એક બીજો અદ્ભુત ગરબો એટલે કવિ તુષાર શુક્લ લિખિત હે મા, શક્તિ સ્વરૂપા. તુષાર શુક્લની કલમથી સાહિત્ય પ્રેમી અજાણ ન હોય. ઉત્તમ ગીતકવિ, ગઝલકાર અને શ્રેષ્ઠ ઉદઘોષક એવા તુષાર શુક્લ એ તેમની બધી જ શક્તિ જાણે આ ગરબામાં ખર્ચી દીધી હોય તેવો ભાસ આપણને થયા વગર ન રહે. તેમના આ શક્તિશાળી શબ્દોને સ્વર અને સંગીત આપ્યું છે ગુજરાતી સંગીતનું બહુ ઉજળું નામ એવા પ્રહર વોરાએ. પ્રહર વોરા ગુજરાતી સુગમ સંગીત અને ગરબાનું બહુ જાણીતું અને માનીતું નામ છે. તેમનો આ ગરબો તમે સાંભળશો તો તમે પણ આ ગરબા વિશે જે લખ્યું તેને અતિશયોક્તિ નહી માનો.He Maa Shakti Swarupa-નવરાત

હે મા, શક્તિ સ્વરૂપા,

હે મહાકાલી મહી મહિસાસુર મર્દિની અદ્ભુત અજબ અનુપા

હે મા શક્તિ સ્વરૂપા.

મા શક્તિની આરાધના કરતા તુષાર શુક્લએ આવો જ એક બીજો ગરબો પણ લખ્યો છે, ‘જોગમાયા હે માત’ પ્રહર વોરાના સંગીતમાં સ્વરકોકિલા વિભા દેસાઈએ તેમના સુરીલા અવાજમાં આ ગરબો અતિશય સુંદર રીતે ગાયો છે. આદરણીય વિભા દેસાઈ વિશે તો કેટલું બધું લખી શકાય? તેથી અમે આ ગરબો અને વિભા દેસાઈ વિશે એક અલગ જ બ્લોગ લખ્યો છે. એ બ્લોગ વાંચવા અહી ક્લિક કરો.

આજના ગુજરાતી સંગીતમાં હિમાલી વ્યાસ નાયક એ સુગમ સંગીત, ગઝલ, ગીત કે પછી ગરબા, દરેક સ્વરૂપમાં બહુ જાણીતું, માનીતું ને ઉજ્જવળ નામ છે. તેમના અનેક ગીતો લોકોને કંઠસ્થ છે. ચિંતન નાયકના શબ્દોને તેમણે દીવિજ નાયકના સંગીત સાથે દીપાવી દીધા છે. શબ્દો છે મોરલી ના મુક માધવા. ચિંતન નાયક ને હિમાલી વ્યાસ નાયક બંનેની જોડીએ આ ગરબામાં પોતાનો જીવ રેડી છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ ગરબો એકવાર સાંભળીએ તો મનમાં રમ્યા જ કરે એવો છે.

આજકાલ દરેક ગુજરાતીના મોઢે જેમના ગીતો રમી રહ્યા છે તેવા આદિત્ય ગઢવીના અનેક ગીતો અમે જલસો પર સાંભળીએ છીએ. અને ગુજરાતીની લોકગીતોની પરંપરાને બહુ સુંદર રીતે આગળ વધારી રહેલા આદિત્ય ગઢવીનો એક મજાનો ગરબો અમે તૈયાર કર્યો છે. મેહુલો રે મેહુલો. જુઈ પાર્થના થનગનાટ કરાવતા શબ્દોને પાર્થ ભરત ઠક્કરે સંગીત આપીને આપણને નાચવા મજબુર કર્યા છે. આ ત્રિપુટીએ આ ગરબામાં ધૂમ  મચાવી છે.

Ghammar Gham Gham-નવરાત

 

અને એ ધૂમ મચાવતી નવરાત્રીમાં એક ગરબો ખુબ ધૂમ મચાવી રહ્યો છે તે ઘમ્મર ઘમ ઘમ. જલસોના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણીએ લખેલો આ ગરબો પણ નવરાત્રીમાં ખુબ પોપ્યુલર થયો છે. શૌનક પંડ્યા જેવા અનુભવી સ્વરકારના સંગીતને અમન લેખડિયા જેવા યુવા સિંગરનો અવાજ મળ્યો ને રચાયો એક અદ્ભુત ગરબો.

ધમ્મર ઘમ ઘમ ઘૂમે છે દઈને તાળી

ઝાંઝર ઝમ ઝમ ઝૂમે છે નખરાળી.

આવા તો અનેક ગરબા જલસો પર છે, જેને સાંભળીને તમારું મન ગરબા રમવા લલચાઈ લલચાઈ ને લલચાઈ જ. તેજસ દવેના શબ્દોમાં પાર્થ દોશીએ સંગીત આપ્યું ને પછી ઐશ્વર્યા મજુમદારના સ્વરને તો શું કહેવું? શું અવાજ છે! અને આ મધુર અવાજે સુંદર ગરબો છે ‘ગરબે ઘૂમીશું.

અને ગરબે ઘુમવા કોણ આવ્યું? ‘ગબ્બર ગોખથી આવીયું રે’ આ શબ્દો છે ગાયક, ગીતકાર ભરતદાન ગઢવીના. પ્રફુલ દવે જેવા પીઢ ગાયક અને તેમના વારસાને આગળ વધારતા તેમના સુપુત્ર હાર્દિક દવેના અવાજથી ગુજરાત સારી રીતે પરિચિત છે. આ જુગલ જોડીએ આ ગરબાને ચાર ચાંદ લગાવી દીધા છે.

અન્ય કેટલાક બહુ જ સુંદર ગરબામાં ‘મા તારા ખોળામાં’ જેના શબ્દો અને સ્વરાંકન છે રાજન રાયકા અને ધવલ મોટાનના. અને સ્વર આપ્યો છે અભિતા પટેલે.  રિષભ મહેતા ગુજરાતી ભાષાના જાણીતા કવિ, ગાયક અને સ્વરકાર છે. તેમણે એક સુંદર ગરબો લખ્યો છે મા મનનાં મંદિરીયે પધારો રે. સ્વરાંકન પણ તેમનું અને ઝલક પંડ્યાનું છે અને સ્વર આપ્યો છે તેમના પુત્ર અને યુવા ગાયક રાગ મહેતાએ. ‘કોયલડીએ કાન કીધું આ મસ્ત ગરબો લખ્યો છે સુપર્ણાદાસ બેનર્જીએ અને સંગીત અને શબ્દો છે અદિતિ ઠાકોરના. માતાજીની આરાધના કરતા જતીન લીંબાડે એક સુંદર ગરબો રચ્યો છે ‘અંબા રમો, જગદંબા રમોજેને સંગીત આપ્યું છે જતીન – પ્રતીકે અને સ્વર છે અર્પિતા જયચંદાનીનો. છેલ્લે નવરાત્રીએ રમવાનો આનંદનો ઉત્સવ છે. આનંદથી ઉજવાતા આ ઉત્સવમાં મન મુકીને નાચવાનું રમવાનું હોય છે. મન મુકીને રમવા માટે આ ગરબો તમારે સાંભળવો રહ્યો ‘રમે રંગે આનંદે’ વિરલ વસાવડા લિખિત આ સુંદર ગરબાના સ્વરકાર છે ડૉ. કવન પોટા અને ગાયક છે ગાથા પોટા, ધૈર્ય રાજપરા અને ડૉ.કવન પોટા. આ સુંદર ગરબો સાંભળીને તમે મન મુકીને રમશો.

જલસો પર અવેલેબલ ગરબાની આ માત્ર ઝલક છે. આ સિવાય પણ ઘણા ઉત્તમ ગીતો અને ગરબા, અનપ્લગ્ડ ગરબા, ઈન્સ્ટ્રૂમેન્ટલ ગરબા, પ્રાચીન ગરબા અવેલેબલ છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવવા માટે અમે તૈયાર છીએ, તમે પણ તૈયાર હોવ તો નીચેની લિંકસ પર ક્લિક કરતા તમે એ ગરબાને માણી શકશો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz