Diwali : વિદ્યા, સમૃદ્ધિ અને શક્તિને ઉજવતો તહેવાર
આપણા હિંદુ ધર્મમાં ત્રિદેવને સમગ્ર સૃષ્ટિના કર્તા-હર્તા કહેવામાં આવ્યા છે. આ ત્રિદેવ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણેય દેવના અર્ધાંગીનીને ત્રિદેવી કહેવામાં આવ્યા છે, દેવી સરસ્વતી, દેવી લક્ષ્મી અને દેવી પાર્વતી. હિંદુ સંસ્કૃતિમાં દરેક દિવસ, દરેક તિથી કોઈના કોઈ ધાર્મિક-પૌરાણિક ઘટના સાથે સંલગ્ન હોય છે. તે જ રીતે આ ત્રિદેવ તેમજ ત્રિદેવી સાથે અનેક વિશિષ્ટ તહેવારો અને દિવસો જોડાયેલા છે. રોજીંદા જીવનમાં પણ તેમની પૂજા કરવી, તેમની આરાધના કરવી અને તેમનું સ્મરણ કરવું તેવું અનેક પુરાણોમાં કહેવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર ઉપર તેમજ તેમની આજુબાજુના દિવસોમાં હિંદુ ધર્મમાં આવતા લગભગ દરેક દેવી-દેવતા સાથે કોઈના કોઈ દિવસ કે ઘટના જોડાયેલી હોય છે. તેમાં ત્રિદેવીઓની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે.
દેવી સરસ્વતી વિષે
દેવી સરસ્વતીને વિદ્યા, વાણી, જ્ઞાન, સાહિત્ય અને કળાના દેવી કહેવામાં આવ્યા છે. દિવાળીના દિવસે થતું ચોપડા પૂજન તેમજ દિવાળીના પહેલા ઉજવાતી વાક બારસ એ દેવી સરસ્વતીની પૂજા કરવા માટેના વિશિષ્ટ દિવસો છે. સાથે સાથે ધન તેરસ ઉપર પણ દેવી લક્ષ્મી સાથે દેવી સરસ્વતી અને શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીને બ્રહ્માજીના અર્ધાંગીની કહેવામાં આવ્યા છે. તેમના એક હાથમાં વીણા વાદ્ય અને બીજા હાથમાં પુસ્તક એ કળા અને સાહિત્યનું પ્રતિક સ્વરૂપ છે. દેવી સરસ્વતી એ ‘બ્રહ્માણી’, ‘સાવિત્રી’ તેમજ ‘ગાયત્રી’ ના નામે પણ ઓળખાય છે. શુભ્ર શ્વેત વસ્ત્રો ધારણ કરનારી, શ્વેત કમળ ઉપર બિરાજતી, ચાર ભુજાઓમાં વીણા, પદ્મ, પુસ્તક ને કમંડલ-પાત્રને ધારણ કરતી સરસ્વતી ક્યારેક મયૂર તો ક્યારેક હંસ ઉપર સવારી કરતી વર્ણવાઈ છે. આથી તે ‘હંસવાહિની’, ‘વીણાધારિણી’, ‘શ્વેતવસના’ જેવાં અનેક નામે પ્રસિદ્ધિ પામી છે. દેવી સરસ્વતીની પૂજા કરવા માટે આ સરસ્વતી વંદના શ્લોકનો જાપ કરવામાં આવે છે.
સરસ્વતી વંદના
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥१॥
शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं
वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्।
हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥२॥
આ શ્લોકના જાપથી વિદ્યા, વાણીમાં શ્રેષ્ઠતા તેમજ કળામાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે.
દેવી લક્ષ્મી વિષે
દેવી લક્ષ્મીને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપતિના દેવી કહેવામાં આવ્યા છે. ત્રિદેવમાંના એક ભગવાન શ્રી વિષ્ણુના તેઓ અર્ધાંગીની છે. વી લક્ષ્મી વિશેનો સૌ પહેલો ઉલ્લેખ ઋગ્વેદનાં શ્રી સૂક્તમાં મળે છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. દેવી લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.શ્રી કહેતાં લક્ષ્મી મંગલદાયિની છે. તેના કલ્યાણકારી સ્વરૂપને દર્શાવવા માટે ‘ભદ્રા’, ‘શિવા’, ‘પુણ્યા’ વગેરે શબ્દો પ્રયોજાય છે. દિવાળીના દિવસોમાં તેની પૂજા થાય છે.ભારતમાં વેપારી વર્ગમાં દીપાવલીના તહેવારમાં ધનતેરસે લક્ષ્મીની પૂજાનું ભારે મહત્વ છે. ‘શ્રીસૂક્ત’ અને ઇન્દ્રકૃત ‘લક્ષ્મીસ્તોત્ર’ એ લક્ષ્મીવિષયક ખૂબ પ્રચલિત સ્તોત્રો છે. ચાર પુરુષાર્થો પૈકી દ્વિતીય પુરુષાર્થ અર્થની સિદ્ધિ અર્થેની લક્ષ્મીની આરાધના જરૂરી મનાઈ છે. પુરાણોમાં કહેવાયું છે કે આઠ પ્રકારની લક્ષ્મી હોય છે જેના માટે મનુષ્ય તેમના જીવનમાં જુદા જુદા સ્વરૂપે યથાર્થ કરે છે. મહાલક્ષ્મીની પૂજા અને આરાધના કરવા માટે તેમજ આઠેય પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે ‘મહાલક્ષ્મી અષ્ટક’ સ્તોત્રનું પઠન કરવાનું વિશિષ્ટ મહત્વ છે. તે સ્તોત્ર કંઇક આ મુજબ છે,
મહાલક્ષ્મી અષ્ટક
नमस्तेस्तू महामाये श्रीपिठे सूरपुजिते ।
शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तूते ॥ १ ॥
नमस्ते गरूडारूढे कोलासूर भयंकरी ।
सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तूते ॥ २ ॥
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी ।
सर्व दुःख हरे देवी महालक्ष्मी नमोस्तूते ॥३ ॥
सिद्धीबुद्धूीप्रदे देवी भुक्तिमुक्ति प्रदायिनी ।
मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तूते ॥ ४ ॥
आद्यंतरहिते देवी आद्यशक्ती महेश्वरी ।
योगजे योगसंभूते महालक्ष्मी नमोस्तूते ॥ ५ ॥
स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ती महोदरे ।
महापाप हरे देवी महालक्ष्मी नमोस्तूते ॥ ६ ॥
पद्मासनस्थिते देवी परब्रम्हस्वरूपिणी ।
परमेशि जगन्मातर्र महालक्ष्मी नमोस्तूते ॥ ७ ॥
श्वेतांबरधरे देवी नानालंकार भूषिते ।
जगत्स्थिते जगन्मार्त महालक्ष्मी नमोस्तूते ॥ ८ ॥
महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेत् भक्तिमान्नरः ।
सर्वसिद्धीमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा ॥ ९ ॥
एककाले पठेन्नित्यं महापापविनाशनं ।
द्विकालं यः पठेन्नित्यं धनधान्य समन्वितः ॥१०॥
त्रिकालं यः पठेन्नित्यं महाशत्रूविनाशनं ।
महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥
॥इतिंद्रकृत श्रीमहालक्ष्म्यष्टकस्तवः संपूर्णः ॥
આપ આ સંપૂર્ણ સ્તોત્રને જલસો એપ્લીકેશન ઉપર સાંભળી શકો છો.
દેવી પાર્વતી વિષે
દેવી પાર્વતીને પ્રકૃતિ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. તેઓ દેવોના દેવ મહાદેવના અર્ધાંગીની છે. શક્તિ સ્વરૂપા દેવી પાર્વતીના અનેક રૂપ-સ્વરૂપ છે જેના નામે તેઓ ઓળખાય છે પછી એ મા અંબા હોય કે પછી મા વાઘેશ્વરી કે પછી દેવી મહાકાળી. તેમના દરેક સ્વરૂપની કથા છે, તેમનું અનેરું મહત્વ છે. જેમકે કાળી ચૌદસ કે જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે તેમાં મહાકાળીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ સાથે મહાકાળી માતાની કથા તો જોડાયેલી છે જ સાથે સાથે ભૂત-પ્રેત અને ખરાબ શક્તિઓથી રક્ષા મેળવવા પણ મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. દેવી પાર્વતીની પૂજા-યાચના અને આરાધના કરવા માટે અનેક સ્તોત્ર અને પૂજાવિધિઓ કરવામાં આવે છે તેમાંથી એક રાત્રિસૂક્તમ સ્તોત્રનું કાળી ચૌદસ ઉપર વિશિષ્ટ મહત્વ હોય છે. રાત્રિસૂક્તમ સ્તોત્રનું પઠન સારા સ્વાસ્થ્ય માટે, ખરાબ ઊર્જાઓથી રક્ષણ મેળવવા માટે તેમજ પ્રગતિ માટે કરવામાં આવે છે. કાળી ચૌદસ ઉપર આ સ્તોત્ર કરવો જ જોઈએ.
રાત્રિસૂક્તમ:
ॐ विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीम्।
निद्रां भगवतीं विष्णोरतुलां तेजसः प्रभुः॥1॥
त्वं स्वाहा त्वं स्वधा त्वं हि वषट्कारः स्वरात्मिका।
सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता॥2॥
अर्धमात्रास्थिता नित्या यानुच्चार्या विशेषतः।
त्वमेव सन्ध्या सावित्री त्वं देवि जननी परा॥3॥
त्वयैतद्धार्यते विश्वं त्वयैतत्सृज्यते जगत्।
त्वयैतत्पाल्यते देवि त्वमत्स्यन्ते च सर्वदा॥4॥
विसृष्टौ सृष्टिरुपा त्वं स्थितिरूपा च पालने।
तथा संहृतिरूपान्ते जगतोऽस्य जगन्मये॥5॥
महाविद्या महामाया महामेधा महास्मृतिः।
महामोहा च भवती महादेवी महासुरी॥6॥
प्रकृतिस्त्वं च सर्वस्य गुणत्रयविभाविनी।
कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा॥7॥
त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा।
लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च॥8॥
खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा।
शङ्खिनी चापिनी बाणभुशुण्डीपरिघायुधा॥9॥
सौम्या सौम्यतराशेषसौम्येभ्यस्त्वतिसुन्दरी।
परापराणां परमा त्वमेव परमेश्वरी॥10॥
यच्च किञ्चित् क्वचिद्वस्तु सदसद्वाखिलात्मिके।
तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे तदा॥11॥
यया त्वया जगत्स्रष्टा जगत्पात्यत्ति यो जगत्।
सोऽपि निद्रावशं नीतः कस्त्वां स्तोतुमिहेश्वरः॥12॥
विष्णुः शरीरग्रहणमहमीशान एव च।
कारितास्ते यतोऽतस्त्वां कः स्तोतुं शक्तिमान् भवेत्॥13॥
सा त्वमित्थं प्रभावैः स्वैरुदारैर्देवि संस्तुता।
मोहयैतौ दुराधर्षावसुरौ मधुकैटभौ॥14॥
प्रबोधं च जगत्स्वामी नीयतामच्युतो लघु।
बोधश्च क्रियतामस्य हन्तुमेतौ महासुरौ॥15॥
॥ इति रात्रिसूक्तम् ॥
આપ આ સંપૂર્ણ સ્તોત્રને તેમજ મા પાર્વતીના આવા જ અન્ય મંત્રોને જલસો એપ્લીકેશન ઉપર સાંભળી શકો છો.
દિવાળી ઉપર હિંદુ સંસ્કૃતિમાં આવતા તમામ દેવીઓ-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ધર્મ-જાતિના ભેદભાવ વગર તમામ લોકો માટે આ તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આપ સૌ પણ દિવાળી તહેવારને ઉત્સાહ-ઉમંગભેર મનાવો અને દેવી સરસ્વતી, દેવી લક્ષ્મી અને દેવી પાર્વતીના આશીર્વાદ આપ સૌ ઉપર વસે તેવી શુભેચ્છા.