For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

Directors ની ફિલ્મી દુનિયા – Directors’ Roundtable Conversation

Directors
Directors ની શું હોય છે ફિલ્મ બનાવવા પાછળની પ્રોસેસ? – Directors’ Roundtable Conversation

વર્ષ 2024 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે જલસો ફરી એકવાર તેનું સૌથી Exciting Segment એટલે કે “Take’24” લઈને આવી ગયું છે. જ્યાં વાત થાય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અદ્ભુત Actors, Actresses, Directors, Writers સાથે કે જેમણે આ વર્ષને અદ્ભુત ફિલ્મો સોગાતમાં આપી છે. તે તમામ લોકો સાથે મળીને વાત કરે છે ગુજરાતી સિનેમાના ભવિષ્ય વિષે, સારી-ખરાબ તમામ ફિલ્મો વિષે. ક્યાં ચૂકીએ છે અને શું આપણે પ્રાપ્ત કર્યું છે તે સૌ મુદ્દાઓ ઉપર થાય છે વિસ્તૃત ચર્ચા. ક્યાંક માહોલ ગરમાય પણ ખરો ને ક્યાંક હાસ્યથી ભરપૂર વાતાવરણ બને. અહીં Camera પાછળની Technicalities અને Camera આગળના સુંદર Emotions, બંનેના Secrets જાણવા મળે.

વર્ષ 2024 માં ગુજરાતી સિનેમાએ મોટો કૂદકો માર્યો છે પછી એ આપણી ફિલ્મોના Technical Standards હોય કે પછી અભિનયમાં થતી કરામતો કે પછી ગુજરાતી ફિલ્મોમાં આવેલી જબરદસ્ત વિષય વૈવિધ્યતા. ગુજરાતી ફિલ્મોના વિષયો મેઘધનુષના સાતેય રંગોની જેમ આ વર્ષે વિસ્તરી છે અને તેમાં સૌથી મોટો હાથ છે દિગ્દર્શકોનો. Take’24 ના આ First Episode માં વાત થઇ છે ગુજરાતી સિનેમાના આ અદ્ભુત દિગ્દર્શકો સાથે. આ Round Table Discussion માં ‘કસુંબો’ ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા,’વાર તહેવાર’ ફિલ્મના દિગ્દર્શક ચિન્મય પુરોહિત, ‘વેનીલા આઈસ્ક્રીમ’ અને ‘The Great ગુજરાતી Matrimony’ ફિલ્મોના દિગ્દર્શક પ્રીત, ‘સમંદર’ તેમજ ‘રામ ભરોસે’ ફિલ્મના દિગ્દર્શક વિશાલ વડાવાળા, ‘કારખાનું’ ફિલ્મના દિગ્દર્શક ઋષભ થાનકી, ‘હાહાકાર’ ફિલ્મના દિગ્દર્શક પ્રતિકસિંહ ચાવડા, ‘લોચા લાપસી’ ફિલ્મના દિગ્દર્શક સચિન બ્રહ્મભટ્ટ તેમજ ‘જગત’ ફિલ્મના દિગ્દર્શક ‘હર્ષિલ ભટ્ટ’ જેવા ઉમદા દિગ્દર્શકો જોડાયા. દરેક ફિલ્મોના વિષયો એકદમ નવીન અને રસપ્રદ જેમણે આપણા સિનેમાની સીમા હજી વધારી-વિસ્તારી.

શું હતી આ સમગ્ર Conversation ની મુખ્ય Highlights?

આ સમગ્ર Round Table Discussion માં અનેક અદ્ભુત વાતો થઇ છે. ચિન્મય પુરોહિતે ફિલ્મોના મેકિંગમાં Craft અને Heart કઈ રીતે ભાગ ભજવે છે તે સુંદર રીતે તેમના બહોળા અનુભવથી તેમણે સમજાવ્યું. બોલીવુડ, TV Serials તેમજ અનેક નાટકોના દિગ્દર્શનના સમાંતરે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો તેમનો અનુભવ કેવો રહ્યો તે તેઓ જણાવે છે. ગુજરાતી સિનેમાને ફિલ્મોનું Distribution Network અને OTT Platforms કઈ રીતે Treat કરે છે તેમજ ફિલ્મો પાછળનું ગણિત કે કઈ રીતે બને છે અને લોકો સમક્ષ કઈ રીતે આવે છે અને શું હકીકતમાં ગુજરાતી ફિલ્મો પૈસા બનાવે છે કે નહીં તે સમગ્ર વાત વિજયગીરી બાવા એટલી સચોટ રીતે સમજાવે છે કે જાણે ફિલ્મસ્કૂલનો કોઈ એકદમ રસપ્રદ સંવાદ હોય.

પ્રીતે જે રીતે સિનેમામાં છુપાયેલા Emotions વિષે તેમજ ફિલ્મમાં ભાવ અને ટેકનીક વચ્ચે કઈ રીતે બેલેન્સ જાળવવું તેને સુંદર રીતે સમજાવે છે જયારે વિશાલ કઈ રીતે તેમની ફિલ્મોમાં ગુજરાતીપણાને સાચવે છે અને ભાવપૂર્વક રજૂ કરે છે તે સમજાવે છે. ઋષભ થાનકી દિગ્દર્શિત ફિલ્મ ‘કારખાનું’ ફિલ્મ IFFI માં ગઈ તેનો અનુભવ જયારે સાંભળીએ ત્યારે ગુજરાતી તરીકે હોવાનું ખૂબ ગર્વ અનુભવાય છે ને હર્ષિલ ભટ્ટના ‘જગત’ ફિલ્મ બનાવતી વખતે થયેલા અનુભવો અદ્ભુત છે ને સાથે સાથે તેમનું ફિલ્મો પ્રત્યેનો એક જુદો જ અભિગમ જોવા મળે છે. સચિન બ્રહ્મભટ્ટનો ‘લોચા લાપસી’ વખતનો અનુભવ અને સાથે સાથે તેના મેકિંગ વખતે કઈ રીતે તેમણે આટલો જુદો પડતો વિષય મોટા પડદા ઉપર દર્શાવ્યો તે સાંભળવાની ચોક્કસથી મજા આવે અને આ વર્ષની ખૂબ ચર્ચિત તેમજ સફળ ફિલ્મ ‘હાહાકાર’ ના દિગ્દર્શક પ્રતીકસિંહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે તેમજ ફિલ્મના શૂટિંગમાં શું અવનવું કર્યું તે વિષે તેઓ જણાવે છે.

Take’24 ના આ એપિસોડને ચૂકતા નહીં. જો ગુજરાતી ફિલ્મોના ચાહક હોય તો તો આ સંવાદ તમે જોશો ક અને જો ગુજરાતી ફિલ્મો ન જોતા હોય તો આ એપિસોડ જોવાનું ચૂકતા જ નહીં, ક્યાંક તમને ગુજરાતી સિનેમા સાથે ચોક્કસથી પ્રેમ થઇ જશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz