For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

Actresses ના અદ્ભુતથી લઈને Funny કિસ્સાઓ – Actresses’ Roundtable Conversation

actresses
Actresses ના અદ્ભુતથી લઈને Funny કિસ્સાઓ

રાઉન્ડ ટેબલ Take’24 ના સેકન્ડ એપિસોડમાં જોડાઈ વર્તમાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અદ્ભુત અદાકારાઓ અને આ સંવાદમાં થયું કંઇક એવું કે જે ઓડિયન્સ સાથે સાથે એન્કર નૈષધ પુરાણી માટે પણ હતું એકદમ સરપ્રાઈઝ તો એવું તો શું થયું આ સંવાદમાં? ચાલો આપણે જાણીએ. ગુજરાતી સિનેમામાં અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત ક્રાંતિ તો થઇ જ છે, અને આ ક્રાંતિ માત્ર નવીન વિષયો કે પછી ટેકનોલોજીમાં આવેલા સુધારા પુરતું સીમિત નથી પરંતુ તે સિવાયના પણ અનેક મુદ્દાઓમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવી છે. જેમાંથી એક છે અભિનેત્રીઓનું આપણી ઇન્ડસ્ટ્રીમાં સ્થાન. ગુજરાતી સિનેમામાં દાયકાઓથી અનેક અદ્ભુત અભિનેત્રીઓ રહી છે, જેમણે તેમના અભિનયથી હકીકતમાં આ ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં અને ફિલ્મોમાં અભિનેત્રીઓને મળતું Importance હંમેશા ક્યાંક ચર્ચામાં રહ્યું છે પરંતુ આ વર્ષે તેમાં પણ અનેક અંશ સુધી આપણે ફેરફાર જોઈ શકીએ છે.

માત્ર એક ફીમેલ લીડ ઉપર પણ સમગ્ર ફિલ્મ ચાલી શકે તેવી ફિલ્મો પણ આવી રહી છે અને આ ફેરફાર જોઇને ગુજરાતી સિનેમાના પ્રેક્ષક તરીકે અદ્ભુત લાગણી અનુભવાય છે. પરંતુ શું આ ફેરફાર માત્ર નિર્માતાઓ દ્વારા કે ફિલ્મના લેખકો દ્વારા જ શક્ય બની જાય છે? પણ તે સૌથી ઉપર આ શક્ય બને છે એક્ટ્રેસના અદ્ભુત કામ તેમજ તેમની નિખાલસતાથી. તમે જયારે આ સંવાદ સંપૂર્ણ સાંભળશો ત્યારે ચોક્કસથી તમને એટલી મજા આવશે, એટલું બધું જાણવા મળશે તેમજ તેમના જવાબો સાંભળીને ક્યાંક આશ્ચર્યમાં આંખો ઉઘડશે તો ક્યાંક ખડખડાટ હસવામાં આંખો મીંચાશે.

આ Round Table Conversation માં વર્તમાન ગુજરાતી સિનેમાની Amazing Actresses એ ભાગ લીધો છે. આ વર્ષે ‘કસૂંબો’ તેમજ ’31st’ જેવી આગવી અને સફળ ફિલ્મોમાં ખૂબ જ દમદાર અભિનય કરનાર શ્રદ્ધા ડાંગર, ‘કસૂંબો’ તેમજ ‘વાર તહેવાર’ ફિલ્મમાં સુંદર અભિનય જેમણે કર્યો તેવા મોનલ ગજ્જર, ‘સમંદર’ અને ‘રામ ભરોસે’ જેવી ગુજરાતી સિનેમાની આ વર્ષની ખૂબ જ અલગ પડતી અને સુંદર ફિલ્મોમાં અદ્ભુત અભિનય જેમણે કર્યો તે રીવા રાચ્છ, ‘Scam 1992’થી અને તેમાં તેમના અભિનયથી તો આપણે સૌ અભિભૂત છીએ જ સાથે સાથે આ વર્ષે ‘સાસણ’ જેવી મસ્તમજાની તેમજ દમદાર ફિલ્મમાં જેમણે અભિનય કર્યો છે તે અંજલી બારોટ, તેમજ ‘ચૂપ’, ‘નાસૂર’ અને ‘મારુ મન તારું થયું’ જેવી સુંદર ફિલ્મો આપનાર હીના જયકિશન આ સંવાદમાં જોડાયા.

અભિનેત્રીઓના અજબ-ગજબ અનુભવો

આ વર્ષે તેઓના ફિલ્મોનો અનુભવ એકદમ મજાનો રહ્યો. શ્રદ્ધા ડાંગરની વર્ષની શરૂઆતમાં આવેલી ‘કસૂંબો’ અને વર્ષના અંતે આવેલી ‘31st’ બંને ફિલ્મો સરસ રહી જેમાં તેમનો દમદાર અભિનય દેખાયો. જયારે મોનલ ગજ્જરે કરેલી ‘કસૂંબો’ અને ‘વાર તહેવાર’ ફિલ્મો સાથે તેમના અભિનયનું એક અલગ સ્વરૂપ દેખાયું. રીવા તેમની ફિલ્મ ‘રામ ભરોસે’ અને ‘સમંદર’ થી ખૂબ વખાણાઇ, યંગ એજ અને તેમાં આટલા સુંદર-દમદાર કિરદાર નિભાવવા માટે તેમની ખૂબ પ્રશંસા થઇ. અંજલી તેમની ‘સાસણ’ ફિલ્મના વિષય પ્રયોગને જયારે Describe કરે છે ત્યારે ચોક્કસથી તે પાત્ર ભજવવું કેટલું મુશ્કેલ રહ્યું તે સમજી શકાય છે. હીના જયકિશન જયારે તેમની આ વર્ષની ફિલ્મો વિષે અને તેમના અનુભવો જણાવે છે ત્યારે આપણે આશ્ચર્યમાં મુકાઇ જઈએ કે એક જ વર્ષમાં કેટલા જુદા જુદા વિષય વસ્તુવાળી ફિલ્મો તેમને કરી છે. દરેક અભિનેત્રીના અનુભવો એકદમ જુદા છે.

આખા પોડકાસ્ટમાં દરેક અભિનેત્રીના તેમના પોતાના અંદાજોને સ્પષ્ટ રીતે આપણે જોઈ-સાંભળી શકીએ છીએ. શ્રદ્ધા ડાંગર જયારે ગુજરાતી ફિલ્મોના વર્તમાન વિષે વાત કરે છે ત્યારે તેઓ કેટલા નીડર થઈને અને નિખાલસ થઈને જવાબો આપે છે, તેમના ઇન્ડસ્ટ્રી અને ફિલ્મો માટે ના મંતવ્યો એકદમ સ્પષ્ટ છે. મોનલ ગજ્જર તેમના કરિયરના સૌથી શ્રેષ્ઠ અનુભવને વર્ણવતા ભાવુક થઇ જાય છે. મોનલના બોલીવુડ તેમજ સાઉથ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવો અને કિસ્સાઓ સાંભળીને અવાક તો થઇ જ જવાય છે. રીવા એકદમ મુક્ત મને પોતાના અનુભવોને અને વાતો ને પ્રેઝન્ટ કરે છે, તેમની વાતોમાં GEN-Z vibes અને સાથે સાથે કોઈ પણ વાતને સમજવાની ઊંડી સમજશક્તિ Definitely અનુભવી શકાય છે.

Scam 1992 તેમજ બીજી પણ એવી સફળ વેબસીરીઝ અને Advertisements ને સાથે સાથે તેમની ગુજરાતી ફિલ્મોનો અનુભવ કઈ રીતે અલગ પડે છે તે જાણવાની મજા પડે એવું છે. હીના જયકિશન જયારે પ્રમોશનની વાત કરે છે ત્યારે ચોક્કસથી વિચારવા મજબૂર કરે છે કે શું હકીકતમાં આ રીતે પ્રમોશન કરવાની જરૂર છે? કે પછી બીજા રસ્તા પણ અપનાવી શકાય? અને તેમનો ધર્મેન્દ્ર ગોહિલ સાથેનો અનુભવ તો સાંભળીને મજા જ આવી જાય.

Surprise Surprise

આ સમગ્ર રાઉન્ડ ટેબલ ડિસ્કશનમાં આપણી ઇન્ડસ્ટ્રી કઈ દિશામાં જઈ રહી છે તેનો સાચો ખ્યાલ મળે છે અને તેટલું જ નહીં પરંતુ અભિનેત્રીઓ કેટલી સશક્ત, નિખાલસ તેમજ અભિનયમાં કેટલા દમદાર છે તેનો પણ ચોક્કસથી પરચો મળે છે. ને જયારે સંવાદ અંત તરફ જાય છે ત્યારે શ્રદ્ધા ડાંગર બધા માટે સરપ્રાઈઝ એલિમેન્ટ લઈને આવે છે અને તે હોય છે તો સવાલો જ પણ અભિનેત્રીઓને નહીં પરંતુ હોસ્ટ નૈષધ પુરાણી. જલસોના હોસ્ટ તેવા નૈષધભાઈ તેમના લેખન, ભાષાપ્રયોગ તેમજ તેમની બોલવાની સ્ટાઇલ માટે તો એકદમ ફેમસ છે જ ને સાથે સાથે તેમના દ્વારા ગેસ્ટને પૂછવામાં આવતા સવાલો પણ ખૂબ લોકપ્રિય છે.

તે હોનેસ્ટ સવાલોના જવાબ આપવા અહીં આવનારા ગેસ્ટ માટે ક્યારેક મુશ્કેલ બની જાય છે તો બસ તે રીતે જ નૈષધ પુરાણીને મુશ્કેલીમાં મૂકવા બધી અભિનેત્રીઓએ પૂછ્યા તડકતા-ફડકતા પ્રશ્નો. કયા હતા એ પ્રશ્નો અને તેના કઈ રીતે આપ્યા જવાબો આ તો તમને જાણવા મળશે ત્યારે જ જયારે તમે આ પોડકાસ્ટને જોશો. તો જુઓ આ રસપ્રદ, અદ્ભુત, મજેદાર, લાગણીશીલ, સચોટ-નિખાલસ પ્રશ્ન-જવાબો ધરાવતો, Actress Roundtable Conversation માત્ર Jalso Podcast YouTube Channel પર.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz