સૂર અને કંઠનો સથવારો એવા હેમા અને આશિત દેસાઈને Gaurav Purskar એનાયત થશે.
જેમને સંગીત પારણાંમાંથી જ મળ્યું છે એવા ગાયક- સ્વરકાર Aashit Desai કહે છે, ‘ક્યારેક લાગે છે કોઈ ઈશ્વરી શક્તિ મને સ્વરાંકનો કરાવે છે’. અને તેમના સ્વરાંકનો સાંભળી ત્યારે અનુભવાય કે કદાચ તેમની આ વાત સાચી છે. સુગમ સંગીત, ગઝલ કે ભક્તિ સંગીત કે Bhajan, આશિત દેસાઈ અને Hema Desai ના સ્વર અને સંગીતમાં ક્યાંક ઈશ્વરીય તત્વનો ભાસ તમને અચૂક થશે. ગુજરાત સરકારે જયારે આ સુરીલી સંગીતમય જોડીને ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો છે ત્યારે જલસો તેમના આ અભિવાદનને વધાવે છે. તેમના અનેક શ્રેષ્ઠ સ્વરાંકનો Jalso પર અમે માણીએ છીએ, તમારે પણ માણવા હોય તો આ ઈમેજ પર ક્લિક કરો.
કોઈપણ Composer કે Singer ની કોઈ વિશેષ ઓળખ હોય છે. પરંતુ આશિત – હેમા દેસાઈમાં તમે એમ નહિ કહી શકો કે તેઓ આ જ પ્રકારના ગીતો ઉત્તમ રીતે ગાઈ શકે છે. સુગમ સંગીત, ભક્તિ સંગીત, ગઝલ કે પછી શાસ્ત્રીય સંગીત હોય, તેઓ હંમેશા તેની પ્રસ્તુતિ બહુ ઉત્તમ રીતે કરી જાણે છે. અને આ અનેકવિધ ગીતો એક સાથે ગાઈ શકવા એ કોઈ સામાન્ય સિદ્ધી ન કહી શકાય.
આગળ કહ્યું એમ તેઓને પારણામાંથી જ સંગીતનો વારસો મળ્યો છે. અને એ જ વારસાને આગળ વધારતા તેમનો સમગ્ર પરિવાર Art સાથે સંકળાયેલો છે. પતિ-પત્ની બંને ઉચ્ચ કક્ષાના ગાયક, સ્વરકાર. ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ એ કહેવત અનુસાર તેમના પુત્ર આલાપ દેસાઈ પણ સંગીતની દુનિયામાં બહુ નામના કમાયા છે. આજે તો આલાપ દેસાઈ ગુજરાતી સંગીતનું બહુ ઉજળું નામ ગણાય છે. આલાપ દેસાઈના પત્ની સ્નેહા પણ નાટ્યકાર છે. અને આ સંગીત અને સાહિત્યનો આ સુરમયી માળો મુંબઈમાં વસીને ગુજરાતી સંગીતને દરિયાપાર વિસ્તારી રહ્યો છે.
અને એ વિસ્તરીને ક્યાં પહોંચ્યું? Garuav Purskar જાહેર થયો એ પહેલા વિશ્વ વિખ્યાત Film Director રિચર્ડ એટનબરોની Oscar Winner ફિલ્મ ‘ગાંધી’માં તેમણે આ Song આવે છે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે….’ ગુજરાતી Musicથી શરુ કરીને ઓસ્કાર વિજેતા ફિલ્મ સુધી પહોંચેલા આશિત દેસાઈએ આટલે સુધી પહોંચ્યા બાદ પણ ગુજરાતી સંગીત સાથે બહુ ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે.
આશિત દેસાઈએ એક ઇન્ટરવ્યુંમાં કહેલું કે, ‘પંડિત રવિશંકર સાથેની મુલાકાત એ મારી જિંદગીમાં ટર્નિગ પોઈન્ટ હતો.’ પછી તો Pandit Ravishankar સાથે તેમણે સતત 13 વર્ષ કામ કર્યું. ‘ચાણક્ય’ સિરિયલનું મ્યુઝિક તેમણે આપ્યું છે. 1982ની દિલ્હી એશિયન ગેમ્સમાં પંડિત રવિશંકર સાથે તેમણે ગેમનું થીમ સોંગ ‘અથ સ્વાગતમ્’ ગાયું હતું. આ ગીત બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાનીઝૈલ સિંઘે તેમને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કર્યા હતા. અને એ સફળતાનો દૌર ખુબ ચાલ્યો. માત્ર 38 વર્ષની ઉંમરે રશિયામાં ક્લોઝીંગ સેરેમની- ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં 150 લોકોના ઓરકેસ્ટ્રાને તેમણે ગાઈડ કર્યું હતું. તેઓ કહે છે કે ‘પંડિતજીને જ્યારે પણ મારું કામ હોય ત્યારે ફોન પર કહે, આશિત, ક્યા કર રહે હો? આ જાઓ દિલ્હી.’
આશિત દેસાઈ અને હેમા દેસાઈએ દુનિયાના મોટાભાગના દેશો કે જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં જઈને ગુજરાતી સંગીતના કાર્યક્રમો કર્યા છે. દુનિયાભરમાં ગુજરાતી સંગીતનો પરચમ લહેરાવાર આ યુગલ ઘરમાં પણ સંગીતમય જીવન જ જીવે છે. હેમા બહેને કહેલું કે, ’લગ્ન થયાં ત્યારથી માંડીને આજ દિન સુધી અમે હંમેશાં સાથે જ ગાયું છે. આશિતના મનમાં કોઈ ધૂન રમતી હોય તો એની પહેલી શ્રોતા હું જ. એ મને ધૂન સંભળાવે. પછી શબ્દો કહે. એની ધૂનની પહેલી ગાયક હું. એમને મધરાતે કોઈ ધૂન સૂઝે તો હું ઘસઘસાટ ઉંઘતી હોંઉ તો પણ મને ઉઠાડે. ધૂન સંભળાવીને જ જંપ લે. પછી મને કહે હવે તું આ શબ્દો ગાઈ બતાવ. એટલે હું ઉંઘ ખંખેરીને એમને ગાઈ દઉં.’
આ સંગીત યુગલે ગુજરાતી Kavita અને Gazalને લોકપ્રિય બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. આશિત દેસાઈ ખુદ કવિતા લખે છે અને કમ્પોઝ કરે છે, છતાં તેમણે મોટાભાગના ગુજરાતી કવિઓની કવિતાને સ્વર અને સુર આપ્યો છે. કવિ જગદીશ જોશીની લગભગ તમામ રચનાઓ તેમણે કમ્પોઝ કરી છે.
સંગીતની કોઈપણ વિધિવત તાલીમ લીધા વિના ગુજરાતી સંગીતને એક અલગ ઉંચાઈ બક્ષનાર આ સંગીત બેલડીને ગુજરાત સરકારનો સંગીત નાટ્ય અકાદમીનો આ Garuav Purskar મળ્યો એ બદલ Jalso અભિનંદન પાઠવે છે.