For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

સંપૂર્ણ રામાયણ પ્રથમવાર ગુજરાતી ભાષામાં રામ મોરી સાથે.

શ્રીરામ - Shree Raam

આદિકાળથી અખંડ છે જે શ્રદ્ધાની જ્યોત. દરેક સનાતનીમાં મનમાં રમે છે જે નામ. એ ભવ્ય ગાથા જે ગવાય છે યુગો યુગોથી. જે વસે વસે છે ભારતના કણ કણમાં. જેમનાં ધનુષનો ટંકાર આજે પણ ધ્રુજાવે છે પંચવટીનાં પહાડ. એ મર્યાદા પુરુષોત્તમ ‘શ્રી રામ’ અને રામની કથા એટલે રામાયણ. વાલ્મીકીથી લઈને તુલસીદાસ અને હજારો અન્ય વકતાઓની વાણીમાં અસ્ખલિત વહેલુ એ મહાકાવ્ય એટલે રામાયણ.

રામ, આ નામ પ્રતીક્ષાનો પર્યાય છે. અને એ પ્રતીક્ષાનો હવે અંત બહુ નજીક છે. કરોડો ભારતીયો જે ક્ષણની રાહમાં હર્ષના આંસુ સારી રહ્યા છે એ ક્ષણ એટલે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા. જયારે સમગ્ર દેશ રામનામના આ મહોત્સવને આનંદ અને ઉમંગથી ઉજવી રહ્યો હોય ત્યારે જલસો તેમાંથી કેમ બાકત રહે? જલસો પર અમે મહર્ષિ વાલ્મીકી અને તુલસીદાસજી રચિત સંપૂર્ણ રામાયણને ઓડિયો ફોર્મેટમાં રજુ કરી છે. જલસોની આ રામાયણની કથાને શબ્દો દ્વારા સજાવી છે સંસ્કૃતના વિદુષી એવા ભૂમિકાબેન ભુવાનાં શબ્દોએ અને અવાજ આપ્યો છે ગુજરાતના લોકપ્રિય લેખક, વાર્તાકાર અને વક્તા એવા રામ મોરીએ.

સંપૂર્ણ રામાયણ
સંપૂર્ણ રામાયણ સાંભળવા ઈમેજ પર ક્લિક કરો.

રામ મોરી મૂળ તો વાર્તાકાર. એટલે વાર્તારસ તેમની કલમથી જેટલી સરળતાથી વહે છે એના કરતા પણ વધારે સરળતાથી તેમના મુખેથી વહે છે. નાનપણથી સાંભળેલી વાતો અને કથાઓના સંદર્ભ તેમના નેરેશનમાં સતત આપણને સંભળાય. તેઓ જલસો પર સંપૂર્ણ રામાયણ રજુ કરી રહ્યા છે, પરંતુ રામાયણની કથામાં જ ભારતની સંસ્કૃતિની ગાથા સમાયેલી છે. ભારતના ભવ્ય ભૂતકાળનો વારસો આ કથાઓમાં સમાયેલો છે. તેથી રામાયણની સાથે સાથે એ કથાઓની વાતો પણ રામ મોરી આ રામાયણમાં વિસ્તૃત રીતે કરે છે.

શું છે આ સંપૂર્ણ રામાયણમાં ?

સરયુંના જળનાં ખળખળથી શરુ થયેલી મહાગાથા જે પહોંચી છે હિન્દ મહાસાગર સુધી. ચિત્રકૂટ, પંચવટી અને કિષ્કિન્ધામાં હજુ પણ જેનાં પગલાંની છાપ છે. જેના નામના પથ્થર હજુ આખા ભારતમાં તરે છે એ મર્યાદાપુરુષોત્તમ રામ. મનુષ્ય જીવનની મર્યાદા સાથે પૃથ્વી પર અવતર્યા હતા સ્વયં ભગવાન. ભગવાન વિષ્ણુના સાતમાં અવતારની કથા એટલે આ રામાયણ.

અપુત્ર દશરથના દુર થયા દુખ. ઋષિ વશિષ્ઠના યજ્ઞનું મળ્યું ફળ અને પૃથ્વી પર આવ્યા ભગવાન રામ સાથે ભ્રાતા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અયોધ્યા આખીમાં ઉલ્લાસ ઉલ્લાસ. રામાયણની વાત નિરાળી. કળીયુગમાં પણ આવ્યા રામ. અને એ રામના આગમનની કથા એટલે આ રામાયણ.

અયોધ્યાના દરબારમાં આવેલા ઋષિ વિશ્વામિત્ર અને તેમના યાચના. અને એ યાચના કઈ? મહા ભયાનક રાક્ષસોનાં વધ માટે આ કિશોર રામને પોતાની સાથે લઇ જવાની મજુરી આપવાની રાજા દશરથ પાસે યાચના. અને રામ લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે જાય છે ત્યાં કેવી રીતે શ્રી રામની ચરણરજથી જીવિત થઇ ઉઠે છે અહલ્યાનાં પ્રાણ ? પ્રભુ શ્રીરામમાં પ્રથમ વનગમનથી લઈને તાટકા વધની કથા એટલે આ રામાયણ.

અયોધ્યાથી વનગમન માટે નીકળેલા શ્રીરામ ધીમે ધીમે માતા જાનકીની નજીક જઈ રહ્યા છે. તાડકા વધના કારણ રૂપે વનમાં પ્રવેશેલા પ્રભુ શ્રીરામ કેવી રીતે જનકપુરમાં પહોંચે છે અને માતા જાનકી સાથે તેમનો પરિચય કેવી રતે થાય છે? જનકપુરમાં યોજાનાર માતા સીતા અને પ્રભુ શ્રીરામના ભવ્ય વિવાહ સમારંભ અને રામસીતાનાં મિલનની કથા એટલે આ રામાયણ.

રામાયણની કથા તો બહુ જ વિસ્તૃત છે. એના લખવા બેસીએ તો મનોજ ખંડેરિયા લખે છે એમ વરસોના વરસ લાગે. હવે પ્રતીક્ષાનો અંત નજીક છે ત્યારે ઘર ઘરમાં ગુંજશે રામ સિયા રામ સિયા રામ. કારણ કે જલસો આવી ચુકી છે પ્રભુ શ્રીરામની કથા. સાંભળો સંપૂર્ણ રામાયણ ગુજરાતી ભાષામાં પહેલીવાર. રામાયણનો પૂર્ણ ચિતાર લઈને આવી ચુક્યા છે રામ મોરી. તો Download કરો જલસો Music and podcast app અને રસતરબોળ થઇ જાઓ રામ નામમાં.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz