શ્રદ્ધા ડાંગર, વર્તમાન ગુજરાતી સિનેમા જગતના સૌથી સફળ અભિનેત્રીઓમાં મોખરે આવતું નામ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ ઉપર કેન્દ્રિત ફિલ્મોનો ટ્રેન્ડ શરુ કરનાર. તેમની ફિલ્મો માત્ર કલાના અનુસંધાને જ નહીં પરંતુ સમાજ માટે એક અરીસો બની લોકોને જાગૃત કરતી અને ચેતના જગાડતી શ્રેષ્ઠ ફિલ્મો છે. “પપ્પા તમને નહીં સમજાય” ફિલ્મથી શરુ કરીને “હેલ્લારો”, “લવની લવ સ્ટોરીસ”, “કહેવતલાલ પરિવાર”, “ચાંદલો” અને તાજેતરમાં જ આવેલી “કસુંબો” જેવી અનેક સફળ અને શ્રેષ્ઠ ફિલ્મો તેમણે આપી છે. “હેલ્લારો” ફિલ્મને તો National Award પણ પ્રાપ્ત થયો છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવજનક વાત છે. શ્રદ્ધા ડાંગરે જલસો સાથે મળીને એક વિશિષ્ટ સંવાદ સાધ્યો જેમાં તેઓએ વર્તમાન ગુજરાતી ફિલ્મો વિષે, ગુજરાતી સિનેમા જગતમાં અભિનેત્રીઓનું શું સ્થાન છે તેના ઉપર તેમજ ઘણી ગુજરાતી ફિલ્મોના સફળ ના થવા પાછળના કારણો ઉપર વાત કરી.
ગુજરાતી ફિલ્મોની વર્તમાન સ્થિતિ
ગુજરાતી ફિલ્મો કેમ ઓછી સફળ થાય છે તેની પાછળનું કારણ શ્રદ્ધા ડાંગર સમજાવે છે. તેમના મતે ગુજરાતી સિનેમા હજી પણ ઘણું unprofessional છે. છેલ્લી ઘડીએ અભિનેતા કે અભિનેત્રીને બદલી દેવું, દિગ્દર્શકનું ફિલ્મ પ્રત્યે serious ના હોવું, પાયાવિહીન વાતો જેમ કે કોઇકે કોફી કેમ મંગાવી ઉપર ચર્ચાઓ થવી જેવી ઘટનાઓ ખૂબ બને છે, જે એક અભિનેતા કે અભિનેત્રીના ફિલ્મ કરવા માટેના ઉત્સાહને ઠંડુ પાડી દે છે. તેઓ કહે છે કે,”જો બાળકને જન્મ આપનારા જ તેને સરખી રીતે ના સાચવે તો પછી એ ક્યારેય સફળ થઇ જ ન શકે.” સાથે સાથે અન્ય મુદ્દાઓ પણ ફિલ્મની સફળતા કે નિષ્ફળતા ઉપર અસર કરે છે. જેમ કે ફિલ્મનું પ્રેક્ષકો સુધી પૂરતા પ્રમાણમાં ના પોહ્ન્ચવું, ગેરકાયદેસર રીતે ફિલ્મનું વેચાણ થવું અને સરળતાથી ઈન્ટરનેટ ઉપર મળી જવું તે બધા મુદ્દાઓ પણ કારણભૂત છે કે જે એક સારી ફિલ્મ, સારી વાર્તાને પણ લોકો સુધી પોહ્ન્ચવામાં બાધારૂપ બને છે. શ્રદ્ધા ડાંગરને મતે ફિલ્મમાં જો બધા જ લોકો honestly કામ કરે તો પછી તે ફિલ્મ કન્ટેન્ટની દ્રષ્ટિએ હંમેશા સારી જ બને છે.
કેમ માત્ર ફિલ્મની કમાણી એ કલાકારની સફળતાને નથી દર્શાવતી?
શ્રદ્ધા ડાંગરના મતે કોઈ અભિનેતાની સફળતા ક્યારેય તેની ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કેટલી કમાણી કરે છે તેના ઉપર હોતી જ નથી. તેની સફળતા ફિલ્મ દરમિયાન તેણે કરેલા કામ, તેની screen presence, અને આજુબાજુથી મળતા honest reviews દર્શાવે છે. જો અભિનેતા કે અભિનેત્રી ખુદના કામ થી ખરેખર સંતુષ્ટ હોય તો તે ફિલ્મના માટે એણે સફળ રીતે કામ કર્યું કહેવાય. સામન્ય પ્રેક્ષક તે પાત્રને કઈ રીતે જુએ છે અને તે પાત્ર સાથે કેટલું connect કરી શકે છે તે એક અભિનેતા કે અભિનેત્રીની સફળતાને દર્શાવે છે.
ગુજરાતી ફિલ્મોમાં અભિનેત્રીઓને આજે પણ ઘણી મુશ્કેલીઓ અને ભેદભાવોને સહન કરવું પડે છે. આ વાતને શ્રદ્ધા ડાંગર ઘણી પ્રમાણિકતાથી સમજાવે છે. આજે પણ જો makers પાસે કોઈ ફિલ્મનું બજેટ ઓછું હોય તો તેના limitations ને હંમેશા અભિનેત્રીએ સહન કરવું પડે છે. પાયાની જરૂરિયાતો જેમકે સારા washrooms ની પણ સુવિધા ઘણા ફિલ્મોના સેટ ઉપર નથી હોતી. જે ફિલ્મના સેટ ઉપર કામ કરતી દરેક સ્ત્રીને માટે મુશ્કેલી ઉભી કરે છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનેત્રીનું પાત્ર ખૂબ જ easily replacable હોય છે પરંતુ તે વચ્ચે પણ શ્રદ્ધા ડાંગર ફિલ્મોમાં ખૂબ જ સશક્ત પાત્રો નિભાવે છે. મહિલાઓ ઉપર આધારિત અને એક અભિનેત્રી પણ ફિલ્મના લીડ પાત્રમાં હોઈ શકે તે તેમની ફિલ્મો પરથી ચોક્કસથી સમજી શકાય છે.
National Award સુધીની સફર
‘હેલ્લારો’ ફિલ્મને તો National Award પણ પ્રાપ્ત થયો છે. આ સંવાદમાં તેઓ National Award પ્રાપ્ત થયો તે વખતની ક્ષણને પણ યાદ કરે છે. તેઓ કહે છે કે,”જે કલાકારોને નાનપણથી મોટા પડદા ઉપર જોઇને મોટા થયા હોય તેમની સામે National Award મેળવવો એ તો મારા માટે Dream Moment હતી અને આવી ક્ષણ જીવનમાં બહુ જ ઓછી વાર આવે છે.”
શ્રદ્ધા ડાંગરની નિખાલસતા
શ્રદ્ધા ડાંગરને જયારે પૂછવામાં આવ્યું કે આમ આટલી લોકપ્રિય ફિલ્મો આપ્યા પછી રોજીંદા જીવનમાં કંઈ ફેરફાર આવ્યો છે ત્યારે તેઓ જણાવે છે કે પરિવાર અને અંગત મિત્રો સાથે તો હજી પણ પહેલા જેવું જ છે. સાથે સાથે તેઓ એક ખૂબ જ સુંદર વાત કરે છે કે,“માતા-પિતા માટે તો ક્યારેય પણ આપણે celebrity બનીશું જ નહીં, તેમના માટે તો હંમેશા આપણે પહેલાની જેમ બાળક જ રહીશું.” આટલી સફળ ફિલ્મો આપ્યા બાદ પણ અને આટલી સફળ-સશક્ત અભિનેત્રી બન્યા પછી પણ શ્રદ્ધા ડાંગર ખૂબ જ નિખાલસ અને સ્વભાવે ખૂબ જ સરળ છે.
ફિલ્મ જગતમાં કામ કરતા કોઇપણ અભિનેતા કે અભિનેત્રીને જયારે આપણે કોઈ સંવાદમાં સાંભળીએ ત્યારે ઘણીવાર તેમના જવાબો ખૂબ જ સુશોભિત લાગે પરંતુ જયારે તમે શ્રદ્ધા ડાંગરનો આ પોડકાસ્ટ સાંભળશો ત્યારે તેમની નિખાલસતાને તમે ચોક્કસથી અનુભવી શકશો. તેમની ફિલ્મોમાં તેમના પાત્રો ગુજરાતને અને ગુજરાતની સંસ્કૃતિને સચોટ રીતે વર્ણવે છે અને રિઅલ લાઈફમાં પણ તેમનામાં એ ગુજરાતીપણું ઝલકે છે. ફિલ્મો વિષે, અભિનય વિષે તેમનું જ્ઞાન અદ્ભુત છે અને એ જ્ઞાનમાં તેમનો અનુભવ સંભળાય છે. તમે જયારે આ પોડકાસ્ટ સાંભળશો ત્યારે તમને ચોક્કસથી મજા આવશે, સાંભળો આ પોડકાસ્ટ માત્ર Jalso Podcast channel પર.