જેમની કવિતા સમગ્ર ગુજરાતી પદ્ય સાહિત્યની ઓળખ સમાન છે તેવા કવિ એટલે હરીન્દ્ર જયંતિલાલ દવે. તેમનો જન્મ તા 19 સપ્ટેમ્બર, 1930ના રોજ કચ્છના અંજાર પાસે આવેલા ખંભરા ગામે થયો હતો. તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. પછીથી 1951માં મુંબઈ યુનિવર્સીટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને 1961માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી. આ પદવીઓ મેળવનાર સાક્ષર સર્જક ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર હતા.
1978માં તેમને સાહિત્ય અકાદમી ઍવોર્ડ, દિલ્હી તથા 1982માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર તરફથી કબીર સન્માન આપવામાં આવ્યું છે.
તેમનું મૃત્યુ 29/03/1995 ના રોજ થયું હતું.
હરીન્દ્ર દવેની ખુબ જાણીતી રચના એટલે,
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ…