વૈશલ શાહ, ગુજરાતી Film industryના સૌથી સફળ પ્રોડ્યુસર. ગુજરાતી Film industryને નવી દિશા દેખાડનાર ફિલ્મ પ્રોડ્યુસર. મેગા હીટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર વૈશલ શાહે એ પછી એવી જ એક અદ્ભુત ફિલ્મ ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ બનાવી હતી. એ પછી તો તેઓએ સફળ ફિલ્મોની હારમાળ રચી. ‘શું થયું?’, ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘ત્રણ એક્કા’ જેવી ગુજરાતી Film industryની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ આ ફિલ્મના નિર્માતા વૈશલ શાહ સાથે જલસોએ એક વિશેષ સંવાદ સાધ્યો છે. જેમાં તેમણે Film industryમાં કેવી રીતે પ્રવેશ્યાથી લઈને કેમ તેમની ફિલ્મો સફળ થાય છે એની માસ્ટર કી બતાવી છે.
વૈશલ શાહ સાથે વાત થતી હોય હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય કે જયારે ગુજરાતી ફિલ્મ Film industry નવા દૌરમાં ભાંખોડિયા ભરતી હતી ત્યારે તમારી ફિલ્મો કેમ કમાણીના રેકોર્ડ બનાવતી હતી? વૈશલ શાહને સફળતાની એવી કઈ ફોર્મ્યુલા મળી ગઈ છે જે બીજા બધા હજુ શોધી રહ્યા છે.
કોઈ એવી ફોર્મ્યુલા નથી પણ બેઝીક સર્વે છે, કે ગુજરાતી ઓડીયન્સને પોતાની માતૃભાષામાં શું જોવું ગમે છે. હું થોડો ક્લીયર છું કે મારે શું કરવું છે ને શું નથી કરવું. જેમ કે હોરર, સીરીયસ, મર્ડર મિસ્ટ્રી કે ક્રાઈમ થ્રીલર જેવા વિષયોવાળી ફિલ્મો મારે નથી કરવી. એ સિવાયના જેટલા પણ વિષયો છે, લવ સ્ટોરી, ફેમીલી ડ્રામા, કોમેડી જેવા વિષયો પર ફિલ્મ બનાવવી છે. કેમ કે મેં સર્વે કરેલો છે કે ગુજરાતી લોકોને માતૃભાષામાં કેવી ફિલ્મ જોવી ગમે છે. જયારે આપણને ખબર હોય કે લોકોને શું જોવું ગમે છે, એ કોને વધારે પ્રતિસાદ આપે છે. તો એ મુજબ ફિલ્મ બનાવીએ. જોનર સેમ રાખીએ અને વાર્તા અલગ લાવીએ ને વાર્તામાં વધારે મહેનત કરીએ તો ફિલ્મ સફળ થાય.
વૈશલ શાહના પિતા રાજેશભાઈ Film Distribution ના વ્યવસાયમાં હોવાથી ફિલ્મનો વારસો મળ્યો હતો. પરંતુ ફિલ્મ ક્ષેત્રે ન આવવું એવી સ્ટ્રીક મનાઈ હતી. છતાં ગુજરાતી Film industryમાં કેવી રીતે આવ્યા અને ઈતિહાસ રચનાર ફિલ્મ છેલ્લો દિવસ કેવી રીતે બની એની વાત કહેતા તેઓ કહે છે કે, કૃષ્ણદેવ યાગ્નિક અને તેઓ પોતે નાનપણથી દિવાન બલ્લુ સ્કુલમાં સાથે ભણેલા, એટલા જુના મિત્રો. વૈશલ શાહનો પરિવાર વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલો અને કૃષ્ણદેવ યાગ્નિક પણ મુંબઈ જઈને જતીન પંડિતના આસિસ્ટન્ટ તરીકે ફિલ્મ ક્ષેત્રનો અનુભવ લે છે.
પિતાના આ ક્ષેત્રના અનુભવે તેમને ફિલ્મ ઉદ્યોગમાં આવવાની મનાઈ કરેલી. પણ પિતાના મિત્રો પાસેથી બધું જાણી કરીને તેઓ ફિલ્મ નિર્માણમાં જંપલાવે છે. ગુજરાતી ફિલ્મો કેમ ન બનાવવી એ વિશેના કારણો અને તારણો ઘણા બધા સંબંધીઓ અને શુભેચ્છકોએ આપી. અને એ વાતમાં તથ્ય પણ હતું. કેમ કે એ સમયે ગુજરાતી ફિલ્મો ચાલી રહી નહોતી. અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી નોંધપાત્ર ફિલ્મો સિવાય કોઈ એવી ફિલ્મ નહોતી. છતાં વૈશલ શાહ ગુજરાતી ફિલ્મ બનવવા માટે મક્કમ હતા. કૃષ્ણદેવ યાગ્નિક પાસે કરસનદાસ પે એન્ડ યુઝ અને છેલ્લો દિવસ બંને ફિલ્મની સ્ક્રીપ્ટ લખેલી હતી. પરંતુ તેમણે છેલ્લો દિવસ ફિલ્મ બનવવાનું નક્કી કર્યું, કેમ કે જ્યાં યુથ જોડાયેલું હશે એ વસ્તુ માર્કેટમાં ચાલવાની શક્યતા વધુ.