વાચિકમ, જલસોની આગવી ઓળખમાંનો એક ઉપક્રમ છે. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમોત્તમ વાર્તાઓ લખાય છે. પણ એ બધી વાર્તાઓ બધા જ વાંચી શકે એવું ઘણી શક્ય બનતું નથી. એટલે આ વાર્તાઓને ઓડિયો ફોર્મેટમાં લોકો સુધી પહોંચાડવાનો અમારો આ પ્રયાસ છે. જલસોમાં આજ સુધીમાં પાંચસોથી પણ વધારે વાર્તાઓનું વાચિકમ કરવામાં આવ્યું છે. આ બધી જ વાર્તાઓ જલસો એપમાં Audio versionમાં Availabe છે. એ સિવાય ટીમ જલસો દ્વારા પચાસ જેટલા વાચિકમના Live shows પણ થયા છે. આપણે ત્યાં દરેક મેગેઝીન, સમાચારપત્રો, માસિક- સપ્તાહિક પૂર્તિઓમાં દિવાળીએ એક સ્પેશીયલ ‘દિવાળી અંક’ બહાર પડે છે. એ અંકમાં આખા વર્ષ દરમિયાનની કેટલીક યાદગાર ઇવેન્ટસ અને Moments લખાય છે. આ દિવાળી અંક લગભગ આખા વર્ષની બધી જ જૂની યાદો તાજી કરી દેતો હોય છે.
આ જ દિવાળી અંકનો વિચાર લઈને જલસોમાં એક પરંપરા શરુ કરાઈ. એ પરંપરા એટલે ‘વાચિકમ દિવાળી Audio અંક’. જલસોના આ Audio અંકમાં સાવ નવા જ લેખકોની વાર્તાઓનું વાચિકમ કરવામાં આવે છે. ગુજરાતભરમાંથી લેખકો પોતાની વાર્તાઓ મોકલી આપે છે. વાર્તાઓ અમારા સુધી પહોંચી ગયા પછી અમારા માટે ખરી પરીક્ષા શરુ થાય છે. અમને મળેલી પચાસ-સાઈઠ વાર્તાઓ વાંચીને એમાંથી કેટલી શ્રેષ્ઠ વાર્તા આપના સુધી પહોંચાડવી. આ પ્રક્રિયાની રસપ્રદ વાત એ છે કે, તદ્દન નવા લેખકો, નવા વિચારો, નવી વાર્તાઓ અને નવું સાહિત્ય. જલસો દ્વારા દર વર્ષે રીલીઝ થતો Audio અંક દિવાળીની રોનક સમો હોય છે. એટલે વાચિકમ Audio અંકની વાર્તાઓ તો આપ સાંભળવી જ રહી.
વાચિકમ, મૂળ ભારતીય અભિનય કલાનો એક પ્રકાર છે.
आंगिकम भुवनम यस्य
वाचिकं सर्व वाङ्ग्मयम
आहार्यं चन्द्र ताराधि
तं नुमः (वन्दे) सात्विकं शिवम्
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં અભિનયના ચાર પ્રકાર માનવામાં આવ્યા છે.આંગિક અભિનય, વાચિક અભિનય, આહાર્ય અને સાત્વિક અભિનય. જેમાં વાચિકમ એ જલસોની આગવી ઓળખ છે. વાચિકમ એટલે વાર્તાઓનું પઠન. વાચિક એટલે વાણીનો અભિનય નાટકમાં સ્વર, ઉચ્ચાર, લય, ગતિ ભાવકક્ષા વગેરેના ઉપયોગથી થતી નાટ્યાત્મક પ્રસ્તુતિ. વાચિકમ ભારતીય કળા અભિગમમાં વર્ષોથી પ્રસ્તુત થતું આવ્યું છે.
જલસો દિવાળી અંકની શરૂઆતમાં ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકો દ્વારા લખાયેલી કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ રજુ કરવામાં આવી છે. જેમાં સુન્દરમ, ચુનીલાલ મડિયા, વર્ષા અડાલજા, રામ મોરી વગેરે જેવા નામાંકિત લેખકોની વાર્તાઓ પ્રસ્તુત થઇ છે. આ Audio અંકની ખાસ વાત એ હતી કે આમાંની દરેક વાર્તાઓનું વાચિકમ ગુજરાતના ખુબ જાણીતા અને ખુબ લોકપ્રિય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ, મેહુલ ચૌહાણ, નિસર્ગ ત્રિવેદી, હેપ્પી ભાવસાર, મોરલી પટેલ અને બીજા ઘણા નામાંકિત કલાકારો દ્વારા થયું હતું. દિવાળી Audio અંક બેથી જલસોએ નવા, ઉભરતા લેખકોની વાર્તાઓનું વાચિકમ કરવાનું શરુ કર્યું. જેમાંના હુકમસિંહ ઝાડેજા, આશિષ પ્રજાપતિ, પરબતકુમાર નાયી, ડૉ. વિક્રમ પંચાલ અને બીજા ઘણા લેખકો આજે ગુજરાતના ખુબ જાણીતા લેખક બની ચુક્યા છે. ગુજરાતી સાહિત્યમાં એમની રચનાઓ ખુબ દિલથી વખણાય છે અને પોંખાય છે.
જલસો દિવાળી Audio અંક, જલસોની દિવાળી સમુ ઝગમગતું રહ્યું છે અને રહેશે. આ પરંપરા અવિરત ચાલતી રહેશે. નવા લેખકો આવતા રહેશે. વાર્તાઓ લખતી રહેશે અને અમે એનું વાચિકમ કરતા રહીશું. આ વર્ષે પણ આમારી આ પરંપરા મુજબ અમે તૈયાર છીએ આપણી વાર્તાઓ વાંચવા માટે. જો તમે પણ વાર્તા લખો છો તો આપની વાર્તા પણ મોકલી આપો [email protected] ઉપર.