રામનવમી – Cosmological Timeline અનુસાર
ભગવાન શ્રીરામનો જન્મદિવસ એટલે આપણે ત્યાં ભાવ,ભક્તિ અને આસ્થાથી ઉજવવામાં આવતો હિંદુ ઉત્સવ રામનવમી. ક્યારેય એવો સવાલ આવ્યો મનમાં કે, જેમ આપણે આપણો જન્મદિવસ ઉજવીએ છીએ એમ તારીખ અને ઋતુ અનુસાર પ્રભુ શ્રીરામનો જન્મદિવસ ક્યારે ઉજવી શકાય? જેનો જવાબ જલસો પર મૌલિક ભટ્ટ સાથેનાં સંવાદમાં જાણવા મળે છે. મૌલિક ભટ્ટ એ જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરીને ભગવાન શ્રીરામનાં જીવન કવન પર એક Cosmological Timeline તૈયાર કરી આપણી સમક્ષ મૂકી છે.
Cosmological Timeline આ શબ્દ કદાચ અજાણ્યો લાગે તો એનો અર્થ કંઈક આમ થાય છે, એક વ્યાખ્યા અનુસાર આપણે ત્યાં ગ્રેગોરિયન કેલેન્ડર, જુલીયન કેલેન્ડર ને આજે Common era કેલેન્ડરનાં નવા સ્વરૂપે રજુ કરવામાં આવ્યું જેને હાલમાં આપણે કહીએ છે “2025 CE”. એનાંથી પાછળના સમયના વિશે “ Before Common era BCE “ કહીએ છીએ.
ભારતમાં આપણે ત્યાં પંચાંગને માનવામાં આવે છે. ભારતનું એક પોતાનું કેલેન્ડર છે જે ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં પણ વધુ સટીક છે. ગ્રેગોરિયન કેલેન્ડર વ્યવહારની દ્રષ્ટિએ ઉત્તમ છે, જયારે આપણું ભારતનું કેલેન્ડર એ ખગોળીય છે.
પંચાંગ એ રામાયણ અને મહાભારત કાળમાં પણ જોવા મળે છે. પંચાંગ અનુસાર પૂર્ણિમાના દિવસે માસ પૂર્ણ થાય અને અમાસનાં દિવસે પણ પૂર્ણ થાય છે. જે કાળ, સમય અને સ્થાન સાથે અલગ અલગ હોય છે.
શ્રીરામ ભગવાનનો સાચો જન્મદિવસ
13 વર્ષનાં ગહન અભ્યાસ બાદ મૌલિક ભટ્ટ આ સંવાદમાં વધુ આગળ જણાવે છે કે આપણે ત્યાં રામનવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મદિવસ જે ચૈત્ર સુદ નોમનાં દિવસે ઉજવવામાં આવે છે. પૃથ્વી પરનું સૌથી પહેલું પદ્ધતિસર લખાયેલું પુસ્તક એટલે ‘સૂર્ય સિદ્ધાંત’ જે રામાયણથી પહેલાં રચાયેલું છે, જે 12 હજાર થી 13 હજાર વર્ષ જુનું છે. આ પુસ્તકમાં ગણિત, પંચાંગ,ગ્રહો અને નક્ષત્રોની ગતિ, સ્થિતિને આધારે કાલગણના પરથી જન્મતારીખ વર્ષ જાણી શકાય છે.
આ પછી તો ‘પિતામહ સિદ્ધાંત’ , ‘વરાહમિહિર સિદ્ધાંત’ એવાં સિદ્ધાંત ગ્રંથોની શ્રેણી છે. કાલગણના શબ્દને છુટો પાડીએ તો એમાં કાલ એટલે સમય નથી, કારણ કે સમય સ્થૂળ છે આપણે કહી શકીએ કે ઘડિયાળમાં કેટલાં વાગ્યા પણ અહિયાં કાલ એટલે “ એ સમય જે પરિસ્થિતિ દરમિયાન કંઈક જ્ઞાન મળશે.” એમ બ્રહ્માંડની ઊર્જા પરથી Cosmological ઊર્જા.
રામનવમી કઈ ઋતુમાં આવે?
રામાયણમાં વાલ્મીકિજી એ કહ્યું કે વસંત ઋતુ હતી અને ચૈત્ર મહિનો હતો સાથે સાથે આ ગ્રહ નક્ષત્ર હતાં, એટલે હાલનાં સમય અનુસાર વસંત ઋતુ કદાચ એક થી બે મહિનો આગળ પાછળ થાય તો માર્ચ-એપ્રિલ એટલે આ સમયગાળો જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે આવે. આ સાથે વાલ્મીકિજી એમ આલેખી ગયાં કે પાંચ ગ્રહો ઉચ્ચના છે. યજ્ઞ પૂર્ણ થયો ત્યારે છ ઋતુઓ વીતી ગઈ. તે પછી, ચૈત્રના બારમા મહિનામાં, મહિનાની નવમી તારીખે, નક્ષત્ર એન્ગાદિતિ દેવતાના પાંચ ઉચ્ચ સ્થાનોમાં સ્થિત છે. ગ્રહો કર્ક રાશિમાં છે, અને ચંદ્ર વાણીના બિંદુ સાથે જોડાણમાં છે.
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીએ, પુનર્વસુ નક્ષત્રમાં અને કર્ક રાશિના લગ્નમાં, કૌશલ્યાએ બ્રહ્માંડના ભગવાન, દૈવી લક્ષણોથી સંપન્ન ભગવાન રામને જન્મ આપ્યો. તે સમયે, પાંચ ગ્રહો સૂર્ય, મંગળ, શનિ, ગુરુ અને શુક્ર તેમના ઉચ્ચ સ્થાને હતા અને ગુરુ ચંદ્ર સાથે લગ્નમાં હતા.
પ્રભુ શ્રીરામ ઈક્ષ્વાકુ વંશજ હતા. અત્યારે જયપુરમાં એમની 310મી પેઢી હયાત છે. શ્રીરામ 63માં રાજા થયાં. આવી ગ્રહોની ઉચ્ચ સ્થિતિ – ઋતુ પંચાંગ અને ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર 40 લાખ વર્ષમાં માત્ર એકવાર થઈ છે. આ પ્રમાણે મૌલિક ભટ્ટ સંવાદમાં જણાવે છે એમ Cosmological Timeline પ્રમાણે 22 ફેબ્રુઆરી 7119 BCE ના દિવસે પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો. એટલે આશરે 9,144 વર્ષો પહેલાં શ્રીરામ જન્મ્યા હતા.
અન્ય મહત્વપૂર્ણ તિથીઓ
વાલ્મીકિકૃત રામાયણ કલ્પના નથી તથ્ય છે. જેમાં 200થી વધુ સંસ્કરણ છે પણ Critical રામાયણ સૌથી વધુ પ્રમાણિત અને સટીક માનવામાં આવે છે. સીતાહરણ ક્યારે થયું એ જણાવતા મૌલિક ભટ્ટ આગળ જણાવે છે કે ત્યારે આટલી વેદના સાથે પણ પ્રભુ શ્રીરામ કહે છે સેનાનાં હિત અને ઋતુએ ધ્યાનમાં રાખી “ચાતુર્માસ” ચાલે છે એમ વિચારી રોકાઈ જાય છે.
નૈષધ પુરાણીના સવાલો પૂછવાની આગવી શૈલી સાથે કહે છે કે રામજી આખું ચોમાસું પૂરું થયું તો પણ સીતા માતાને મળી ન શકયા એ વાત પણ ઋતુચક્રનો ઉલ્લેખ થયો તે રજૂ કરે છે. વાલ્મીકિ એ દક્ષિણાયન અને ઉત્તરાયણ વિશે પણ જણાવ્યું છે. જેથી ખૂબ સરળ થઈ જાય છે એ જાણવું કે ઉત્તરાયણ જાન્યુઆરીમાં જ આવે છે.
વિશ્વામિત્ર અસુરોના મારણ માટે રામ લક્ષ્મણને દશરથ રાજા પાસેથી પોતાના આશ્રમ લઈ જાય છે અને પછી સીધા સીતાજી સાથે લગન કરીને જ અયોધ્યા પરત ફરે છે તો કેટલી વયમાં એમનાં લગ્ન થયા, વનવાસ ગમન થયું એ જાણવું સહજ ઈચ્છા થાય પણ સાચી સચોટ માહિતી સાથે. માતા સીતા સાથે એમનાં લગ્ન 20 માર્ચ વૈશાખ માસમાં રામના જન્મથી લઈને 25માં વર્ષે થયાં. પણ આ વય કઈ રીતે જાણવા મળી એ મૌલિક ભટ્ટ સાથેનો નૈષધ પુરાણીએ લીધેલ અદ્ભુત સંવાદ છે.
આ સિવાય પણ સીતાહરણ, રામસેતુ બાંધવાની તિથી, રાવણ વધ, અયોધ્યા પુનરાગમન સમગ્ર ઘટના વિષેનો ઊંડાણ પૂર્વક Cosmological Timeline સમજાવતો સંવાદ અને આ સિવાય પણ કેટલીક માન્યતા અને ગેર સસમજને અહિયાં આ વાતચીતમાં ખુલ્લી કરતો અચૂકથી સાંભાળવા જેવો ‘જલસો પોડકાસ્ટ’ ચેનલના આ ખાસ એપિસોડને જુઓ.