ગર્ભાવસ્થામાં ખજુર: ઠંડી કે ગરમ ?
“ તમે અસ્વસ્થ છો? તો સ્વસ્થ થવું છે ? અને છો જ તો હંમેશા રહેવું છે ? તો આ પોડકાસ્ટ તમારા માટે.
ક્યારેક શરદી કે ઉધરસ જેવું થાય ત્યારે આપણે ઉકાળો પી લઈએ અથવા હળદરવાળા પાણીના કોગળા કરીએ, પેટમાં અપચા જેવું રહેતું હોય તો હરડે ખાવી કે પછી ઘાવ પર હળદર લગાવવી, બાળપણથી લઈને હાલ સુધી આવા અનેક નુસખા આપણે કર્યા છે, જેને આયુર્વેદ કહેવાય. અત્યારે સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે લગભગ બધા રોગોની દવા એલોપેથી પાસે છે , તો અત્યારે આયુર્વેદની સ્થિતિ શું છે? આપણે જે ઘરમાં નુસખા કરતા રહીએ છીએ એમાં કેટલા સાચા અને ખોટા છે? જે વિધાર્થીઓ અત્યારે આયુર્વેદ ભણે છે તેઓ ભવિષ્યમાં શું કરી શકે છે? આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે અમે જલસોના આ પોડકાસ્ટમાં સુરતના ડૉ . દેવાંગી જોગલને આમંત્રણ આપ્યું હતું.
તેમણે પોતાને તો આયુર્વેદમાં આવવું જ નહોતું . તો કેવી રીતે આ વિષયમાં રસ પડ્યો અને તેમાં ગોલ્ડ મેડલ મેળવવામાં કેવી તકલીફો પડી? તેમજ આજ સુધી તેમને દર્દીઓ સાથે કેવા કેવા પ્રકારના અનુભવો થયા છે? માણસની પ્રકૃતિ શું છે ? ખરેખર ડિપ્રેશન કોને કહેવું? કયા રોગને આયુર્વેદથી દૂર કરી શકાય? પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ ખજૂર ખાઈ શકે?
પુંસવન શું માત્ર દીકરો મેળવવા માટે કરવામાં આવે? આવા અનેક મુદ્દાઓની ચર્ચા આ પોડકાસ્ટમાં કરવામાં આવી છે જે તમે યુ ટ્યૂબ પર જોઈ શકો છો અને નીચે થોડીક ટૂંકાણમાં માહિતી આપી છે.
“ ભગવાને આ જ કરવા મને અહીં મૂકી છે. લગન કર્યા પછી ખરો પ્રેમ થયો.”
મોટાભાગે સાયન્સ કરનાર દરેકનું સ્વપ્ન એમ. બી. બી. એસ. કરવાનું હોય છે . ડૉ. દેવાંગીનું પણ એમ જ હતું પણ અંતે તેઓ ૧ કે ૨ માર્ક્સ માટે રહી ગયાં. પછી માતા- પિતાના કહેવાથી આયુર્વેદિકમાં એડમિશન લીધું પણ પેલી કહેવત છે ને કે, “ પરાણે પ્રીત થાય નહીં “ એટલે ગમતું નહીં પણ ગોલ્ડ મેડલની જિદ્દના કારણે ભણી લીધું. પણ છેલ્લા વર્ષમાં તેમણે સર્વાઇકલ પ્રોબ્લમ થયો જેને મટાડવા તેમણે સિરોઇડના ઇન્જેક્શન લીધા. ત્યારબાદ એમ.ડી. માં પાછો આ પ્રોબ્લમ થયો. ત્યારે તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા તેની જાણ તેમના એચ. ઓ. ડી. ને થઈ. ત્યારે તેમણે ડૉ. દેવાંગીને ખખડાવી દીધા કે અહીંયા ભણવા છતાં તમે સારવાર માટે બીજી જગ્યાએ જાઓ છો. પછી તેમને આયુર્વેદના ઉપયોગથી પોતાની સારવાર કરી. આ ચમત્કાર જોઈએ પછી તેઓ આયુર્વેદના પ્રેમમાં પડ્યા.
ડૉ . દેવાંગી દવામાં સ્ટીરોઈડ મેળવે છે ?
એક પ્રસંગ યાદ કરતા તેઓ કહે છે. એકવાર એક માસી હોસ્પિટલ આવ્યા. તેમને સતત પંપ લેવા પડતા હતા.
ત્યારપછી એમને જે દવા આપી તેમાં તેમણે ૧૫ દિવસમાં જ પંપ બંધ થઈ ગયા આ એક ઈશ્વરનો ચમત્કાર કહી શકાય પણ પછી એક મોટું ટોળું આવ્યું અને તેને આરોપ લગાવ્યો કે તમે દવામાં સ્ટીરોઈડ વાપરો છો. એટલે પછી ડૉ. દેવાંગીએ કહ્યું કે તમે ઈચ્છો તો એનો લેબ ટેસ્ટ કરાવી લો.
સ્ટેશનની બહાર જે વૈદ્ય હોય એમની પાસે જવું જોઈએ?
અત્યારે દરેક બીજો વ્યક્તિ પોતાને વૈદ્ય ગણાવે છે તેવામાં આપણે સ્ટેશનની બહાર જોઈએ છીએ કે અનેક વૈદ્ય બેઠા હોય છે પણ તેમની પાસે ઈલાજ ના કરાવવો જોઈએ કારણ કે તેઓ પરિણામની જવાબદારી નથી લેતા. જ્યારે કોઈ ડિગ્રીધારી ડૉક્ટર દવા આપે છે ત્યારે તે જવાબદારી પૂર્વક દવા આપે છે.
ક્યારે એલોપેથીનો ઉપયોગ કરવો અને ક્યારે આયુર્વેદ?
તરત ઊભી થયેલી બીમારી હોય જેમ કે ઉલટી, ટાઈફોડ કે મેલેરિયા તો તેના માટે એલોપેથીનો ઉપયોગ કરી શકાય પરંતુ વા, સ્કીન અને હેરની સમસ્યાઓ, ડાયાબિટીસ, બી. પી . વગેરેને આયુર્વેદથી દૂર કરી શકાય છે.
ગર્ભાવસ્થામાં ખજુર: ઠંડી કે ગરમ?
ડૉ. દેવાંગી એક પ્રેગ્નેટ સ્ત્રીને ખજૂર ખાવા માટે કહે છે. બીજા દિવસે તેમના સાસુ આવીને ઝગડો કરતા કહે છે કે, ખજૂર તો ગરમ કહેવાય. ત્યારે તેઓ ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા બતાવીને વંચાવે છે કે , ખજૂર જેટલું ઠંડુ ફળ એકપણ નથી.
આયુર્વેદ વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે અસર કરે છે?
વ્યક્તિની મુખ્યત્વે ૩ પ્રકૃતિ હોય છે:
“ વાયુ, પિત્ત અને કફ…”
વાયુ: જેની પ્રકૃતિ ચંચળ, પરિવર્તનશીલ અને ક્યાંય ઠરીને બેસે નહીં એવી હોય છે .
પિત્ત: એની પ્રકૃતિ મારી નાખું, તોડી નાખું એ પ્રકારની હોય. સ્પષ્ટવક્તા, પોતે પરફેક્ટ અને બીજા પણ પરફેક્ટ રહે એવો આગ્રહ.
કફ: ખાધું, પીધું ને રાજ કર્યું. તેમજ તેનો સ્વભાવ નિરાંતવાળો સહનશીલ હોય છે.
આર્ટિસ્ટ કઈ પ્રકૃતિનો હોય? તેમણે કયા રોગો હોઈ શકે અને તેમને કયું આયુર્વેદ અસર કરે? કંપનીમાં પ્રકૃતિ પ્રમાણે પોસ્ટ આપવાથી શું આવક વધી શકે ? પ્રકૃતિ કેવી રીતે નક્કી થાય? જેવા અનેક પ્રશ્નોના જવાબ માટે તો તમારે પૉડકાસ્ટ જ જોવો પડશે.









