રાવજી પટેલ એટલે આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાટપુર ગામમાં તારીખ 15 નવેમ્બર, 1939ના રોજ થયો હતો. તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું. રાવજી પટેલ નો એક માત્ર કાવ્યસંગ્રહ ‘અંગત’ ઇ.સ. ૧૯૭૧માં તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો. તેમનું મૃત્યું 10 ઓગસ્ટ, 1968ના રોજ થયું હતું.
પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં લીધા બાદ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. કર્યું અને નાણાંકીય મુશ્કેલીઓને કારણે આર્ટસ કૉલેજમાં માત્ર બે વર્ષ સુધીનો અભ્યાસ કરી શક્યા. તેમણે અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી. તેઓ થોડો સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા. થોડો સમય અમીરગઢ અને આણંદમાં રહ્યા બાદ તેઓ માત્ર ૨૯ વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમાં અવસાન પામ્યા.
તેમને 1966 – 67 ના વર્ષ માટે ઉમા – સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. ગુજરાતી ચલચિત્ર ‘કાશીનો દીકરો’માં તેમના ગીત ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યા’નો સમાવેશ થયો છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે.
આ ગીત ગુજરાતી સાહિત્યના પ્રવાહ અને શૈલીમાં ઘણો ફેરફાર લાવ્યું જે હવે આધુનિક ગુજરાતી સાહિત્ય ગણાય છે. તેના શબ્દો છે –
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
આ રચના રાવજી પટેલની છે જે ખૂબ જાણીતી છે.