બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.
લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.
આ પંક્તિઓ છે કવિ-ગઝલકાર શોભિત દેસાઈની. ભાષા અને લાગણીઓનું સંમિશ્રણ તેમની રચનાઓ માં જોવા મળે છે. હાલ તેઓ મુંબઈમાં સ્થિત છે. શોભિત દેસાઈને ગઝલ પાઠ કરતા સાંભળવા એ એક લાહવો છે. તેઓ સંચાલક તરીકે ખૂબ જ જાણીતા અને માનીતા છે.