પોતાના પુસ્તક ‘ કુન્દનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ‘ ની પ્રસ્તાવનામાં તેઓ પોતાના માટે કહે છે કે,
“મારે માટે વાર્તાલેખન એક આનંદપ્રવૃત્તિ રહી છે. વાર્તા લખતાં ઘણી વાર કષ્ટ પણ પડ્યું છે, પણ છેવટે હંમેશાં આનંદ શેષ રહ્યો છે. આનંદમાં સહજતા છે, એ કોઈ પડકારનો જવાબ નથી, જિવાતા જીવનની ઝીલેલી પ્રતિચ્છબિ છે. આ કારણે પરંપરા કે પ્રયોગશીલતા? – એવો પ્રશ્ન મને કદી લેખનમાં ઉદ્ભવ્યોનથી”
કુન્દનિકા કાપડિયાના વાર્તા લેખનમાં તેમના નાનપણમાં જે કાંઈ સાહિત્ય-સંસ્કાર તેમના મન પર પડ્યા, જે અનુભૂતિઓ તેમની અંદર ઘૂંટાઈ, એણે તેમને વાર્તા માટે નવનવી કેડીઓ ખોલી આપી. તેમને વાચેલા અનેક ગુજરાતી, બંગાળી કે પરદેશી લેખકો અને કવિઓની વાતો તેઓ ખુબ સહજતાથી તેમની વાર્તાઓમાં કરે છે. એની એક ઝલક
તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું, મેઘાણીએ અનુવાદ કરેલો એનો— ‘કેવી હશે ને કેવી નહીં, મા મને કોઈ દી સાંભરે નહીં. પોતાના વખતમાં પોતે રવીન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને યીટ્સ અને ઇબ્સન..… સરખેસરખાં મિત્રો રવિવારે દૂર ક્યાંક નદીકાંઠે કે જંગલમાં જતાં, ખાતાંપીતાં, વૃક્ષો નીચે આડાં પડતાં, ગાતાં અને પછી મોટેથી કાવ્યવાચન થતું…
‘જવા દઈશું તમને ‘ તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓમાની એક વાર્તા છે. આ વાર્તા માટે તેઓ કહે છે કે,
‘જવા દઈશું તમને’—વાર્તાને એક ચોક્કસ અર્થ છે. માનવસંબંધના સૌંદર્યનો એક ઉઘાડ તેમાં છે. મને અંગત રીતે લેખન કરતાં જીવનમાં વધુ રસ છે. એટલે, કેવળ આનંદ અર્થે લેખનલીલા કરવા જતાં પણ તેમાંથી કશોક વિચાર, કોઈક દિશા પ્રગટ થાય છે. મારી વાર્તાઓમાં એ રીતે, વાર્તા ઓછી છે, સંકેતો વધારે છે….

આ વાર્તામાં આલેખાયેલી સંવેદનાનો એક ટુકડો,
“અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો આમ ઉદય થવો એ સૌભાગ્ય છે. આનંદથી મારી શકવું-તે જ સૌથી મોટું સૌભાગ્ય છે” – કુન્દનિકા કાપડિયા (જવા દઈશું તમને)
એક મજાની વાત એ છે કે, જલસોના ખુબ પોપ્યુલર સેગ્મેન્ટ વાચિકમ્ ના લાઇવ શો માં આ વાર્તા સૌથી વધુ વાર પ્રસ્તુત થઇ છે અને જલસો એપમાં પણ સૌથી વધુ સંભળાયેલી વાર્તાઓમાં આ વાર્તાનો સમાવેશ થાય છે.
ખુબ સુંદર નાટ્યાત્મક પઠન અને પેકેજીંગ સાથે આ વાર્તા જલસો પર અવેલબ છે. આપ સાંભળશો તો અહિયાં કહેવાયેલી દરેક વાતો તમને વધુ અનુભવશે.









