For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

શ્રીરામ અને તેમના નામનો અર્થ શો છે?

શ્રીરામ - Shree Raam

શ્રીરામ, આદિકાળથી અખંડ છે જે શ્રદ્ધાની જ્યોત. દરેક સનાતનીના મનમાં રમે છે જે નામ. એ ભવ્ય ગાથા, જે ગવાય છે યુગો યુગોથી. જે વસે છે ભારતના કણ કણમાં. જેમના ધનુષનો ટંકાર આજે પણ ધ્રુજાવે છે પંચવટીનાં પહાડ. એ મર્યાદા પુરુષોત્તમ ‘શ્રી રામ’ અને શ્રીરામની કથા એટલે રામાયણ. વાલ્મીકીથી લઈને તુલસીદાસ અને હજારો અન્ય વકતાઓની વાણીમાં અસ્ખલિત વહેલુ એ મહાકાવ્ય એટલે રામાયણ.

શ્રીરામ, આ નામમાં ‘રા’નો અર્થ છે પ્રકાશ. ‘મ’નો અર્થ એટલે હું. એટલે રામ નામનો અર્થ થાય છે ‘મારા અંદરનો પ્રકાશ.’ જે તમારી અંદર ચમકે છે, એ રામ છે, જે અસ્તિત્વ છે, સૃષ્ટિના કણકણમાં દેદીપ્યમાન છે, તે રામ છે. ભગવાન રામ પોતાના આદર્શ માટે ઓળખાયા છે. તેથી તેમને તમામ માનવીય વ્યવહારોમાં આદર્શ મનાયા છે, અને તેથી જ તેમને ‘મર્યાદા પુરુષોત્તમ’ કહેવામાં આવે છે. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. અને અયોધ્યા નામનો અર્થ પણ બહુ વિશિષ્ટ છે. ‘એ સ્થાન જ્યાં કોઈ યુદ્ધ થઇ શકતું નથી.’ જ્યાં ભગવાન રામ સ્વયં જન્મ્યા હોય ત્યાં યુદ્ધનો વિચાર પણ કોને આવે! એ અયોધ્યા નગરી પ્રેમનો પર્યાય બની. સ્નેહની સરવાણી બની. ભક્તિની ભૂમિ બની. અને એ અયોધ્યાના રાજકુમાર પ્રભુ રામ. અને તેમના આદર્શોની કથા એટલે ભારતનું આ મહાકાવ્ય રામાયણ.

આ રામાયણની કથાના નાયક રામ એ પ્રતીક્ષાનો પર્યાય છે. અને એ પ્રતીક્ષાનો હવે અંત બહુ નજીક છે. કરોડો ભારતીયો જે ક્ષણની રાહમાં હર્ષના આંસુ સારી રહ્યા છે એ ક્ષણ એટલે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા. સમગ્ર દેશ અને ભારતની સાથે સાથે હિંદુ ધર્મમાં આસ્થા ધરાવનારા કરોડો આસ્થાવાન લોકો આ ક્ષણની અતિશય આતુરતાપૂર્વક રાહે હતા. આજે રામનામ એ ભારતના ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ અને આનંદનો પર્યાય બની ગયું છે. એ રામની મહાગાથા એટલે રામાયણ. એ સંસ્કાર કથા એટલે રામાયણ. એ રામના પવિત્ર પ્રસંગોની કથા એટલે રામાયણ. ભારતના ઇતિહાસના બે મહાકાવ્યો ‘રામાયણ’ અને ‘મહાભારત’. કોઈએ આ બે ગ્રંથો વિષે કહ્યું છે કે ‘જીવનમાં શું કરવું એ જાણવું હોય તો રામાયણ વાંચવી.’ અને જીવનમાં શું ન કરવું એ જાણવા માટે મહાભારત વાંચવી.’

જયારે સમગ્ર દેશ રામનામના આ મહોત્સવને આનંદ અને ઉમંગથી ઉજવી રહ્યો હોય ત્યારે જલસો એ આનંદની ક્ષણમાં સહભાગી થવા રજુ કરી છે સંપૂર્ણ રામાયણ. જલસો પર રજુ થઇ છે મહર્ષિ વાલ્મીકી અને તુલસીદાસજી રચિત સંપૂર્ણ રામાયણ ઓડિયો ફોર્મેટમાં. જલસોની આ રામાયણની કથાને શબ્દો દ્વારા સજાવી છે સંસ્કૃત વિષયના અભ્યાસી એવા ભૂમિકાબેન ભુવાએ અને  તેમના શબ્દોને અવાજ આપ્યો છે ગુજરાતના લોકપ્રિય લેખક, વાર્તાકાર અને કર્ણપ્રિય વક્તા એવા રામમોરીએ.

રામ મોરી મૂળ તો વાર્તાકાર. એટલે વાર્તારસ તેમની કલમથી જેટલી સરળતાથી વહે છે તેના કરતા પણ વધારે સરળતાથી તેમના મુખેથી વહે છે. નાનપણથી સાંભળેલી વાતો અને કથાઓના સંદર્ભ તેમના નેરેશનમાં સતત આપણને સંભળાય છે. તેઓ જલસો પર સંપૂર્ણ રામાયણ રજુ કરી રહ્યા છે. રામાયણની કથામાં જ ભારતની સંસ્કૃતિની ગાથા સમાયેલી છે. ભારતના ભવ્ય ભૂતકાળનો વારસો આ કથાઓમાં સમાયેલો છે. તેથી રામાયણની સાથે સાથે એ કથાઓની વાતો પણ રામ મોરી આ રામાયણમાં વિસ્તૃત રીતે કરે છે.

શું છે આ સંપૂર્ણ રામાયણમાં ?

સરયુંના ખળખળ જળથી શરુ થયેલી આ મહાગાથા, જે પહોંચી છે હિન્દ મહાસાગર સુધી. ચિત્રકૂટ, પંચવટી અને કિષ્કિન્ધામાં હજુ પણ જેનાં પગલાંની છાપ છે. જેમના નામના પથ્થર હજુ આખા ભારતમાં તરે છે એ મર્યાદાપુરુષોત્તમ રામ. મનુષ્ય જીવનની મર્યાદા સાથે પૃથ્વી પર અવતર્યા હતા સ્વયં ભગવાન. ભગવાન વિષ્ણુના સાતમાં અવતારની કથા એટલે આ રામાયણ.

અપુત્ર દશરથના દુર થયા દુખ. ઋષિ વશિષ્ઠના યજ્ઞનું મળ્યું ફળ અને પૃથ્વી પર આવ્યા ભગવાન રામ સાથે ભ્રાતા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અયોધ્યા આખીમાં ઉલ્લાસ ઉલ્લાસ. રામાયણની વાત નિરાળી. કળીયુગમાં પણ આવ્યા રામ. અને એ રામના આગમનની કથા એટલે આ રામાયણ.

અયોધ્યાના દરબારમાં આવેલા ઋષિ વિશ્વામિત્ર અને તેમના યાચના. અને એ યાચના કંઇ? મહાભયાનક રાક્ષસોનાં વધ માટે આ કિશોર રામને પોતાની સાથે લઇ જવાની મંજુરી આપવાની રાજા દશરથ પાસે યાચના. અને રામ – લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે જાય છે ત્યાં કેવી રીતે શ્રી રામની ચરણરજથી જીવિત થઇ ઉઠે છે અહલ્યાનાં પ્રાણ ? પ્રભુ શ્રીરામમાં પ્રથમ વનગમનથી લઈને તાટકા વધની કથા એટલે આ રામાયણ.

અયોધ્યાથી વનગમન માટે નીકળેલા શ્રીરામ ધીમે ધીમે માતા જાનકીની નજીક જઈ રહ્યા હતા. તાડકા વધના કારણ રૂપે વનમાં પ્રવેશેલા પ્રભુ શ્રીરામ કેવી રીતે જનકપુરમાં પહોંચે છે? માતા જાનકી સાથે તેમનો પરિચય કેવી રીતે થાય છે? જનકપુરમાં યોજાનાર માતા સીતા અને પ્રભુ શ્રીરામના ભવ્ય વિવાહ સમારંભ અને રામસીતાનાં મિલનની કથા એટલે આ રામાયણ.

રામાયણની કથા તો બહુ જ વિસ્તૃત છે. એના વિષે લખવા બેસીએ તો મનોજ ખંડેરિયા લખે છે એમ ‘વરસોના વરસ લાગે’. હવે પ્રતીક્ષાનો અંત નજીક છે ત્યારે ઘર ઘરમાં ગુંજશે રામ સિયા રામ. કારણ કે જલસો પર આવી ચુકી છે પ્રભુ શ્રીરામની કથા. સાંભળો સંપૂર્ણ રામાયણ ગુજરાતી ભાષામાં પહેલીવાર. રામાયણનો પૂર્ણ ચિતાર લઈને આવી ચુક્યા છે રામ મોરી. તો Download કરો જલસો music and podcast app અને રસતરબોળ થઇ જાઓ રામનામમાં.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz