બાલમુકુન્દ મણિશંકર દવે. જેમનો જન્મ તા 7/3/1916 ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો.
કવિ બાલમુકુન્દ દવે જેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું. મૅટ્રિક થઈ 1938 માં અમદાવાદ આવી શરૂઆતમાં તેમણે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ‘નવજીવન’ માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. તેમને 1949 માં કુમારચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન – આ બધાંએ એમના કવિ વ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે; તો એમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમ જ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળો આપ્યો છે. એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (1955) માં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનાં કાવ્યો-ગીતો છે.
સુગમ સંગીતનું આઈકોનિક ગીત ‘કેવાં રે મળેલા મન ના મેળ’ જે બાલમુકુન્દ દવેનું લખેલું છે. આ ગીત ફિલ્મ ‘કાશી નો દીકરો’ માં જનાર્દન રાવલ અને હર્ષદા રાવલના સ્વરમાં છે, જેનું સ્વરાંકન ક્ષેમુ દિવેટિયા એ કર્યું છે.
તેમનું આ લોકપ્રિય ગીત સાંભળવા અત્યારે જ ક્લિક કરો :