For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

અમુક પત્રો મા ને નામ…

maa - મા

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

ગુજરાતી ભાષાના જાણીતા કવિ બોટાદકરની કવિતા ‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’ આ જાણીતી પંક્તિ આજના દિવસ યાદ આવે જ.

ઠેસથી ઠેઠ સુધીનું સંભારણું હા ! હા! તળપદુ વાકય છે!  કારણ કે, વાત તળિયાની છે. ઠેસથી લઈને એટલે કે જેવી કંઈક ઠેસ વાગે ને પહેલા મા, બા કે મમ્મી અનાયાસે બોલાઈ જાય. એ ઠેસ કંઈક વાગ્યાની હોય શકે કે પછી માઠું લાગ્યાની, પહેલા મા જ યાદ આવે. અને મા એક એવું વ્યક્તિત્ત્વ છે જે જીવનના અંત સુધી એટલે કે ઠેઠ સુધી જે આપણો સાથ આપે છે એવું વારંવારનું સંભારણું એટલે મા.

વેદ – ઉપનિષદમાં શિષ્ય ગુરુકુળનું શિક્ષણ લઇ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા ત્યારે ગુરુ અંતિમ ઉપદેશ આપતા એમાં પહેલું વચન “માતૃદેવો ભવ” જ ઉચ્ચારાયું. અર્થાત  હે શિષ્ય! “તું માતામાં દેવ બુદ્ધિ રાખનારો થા.“
તારી માતામાં શ્રદ્ધા રાખનારો થજે કારણ કે માની દરેક ચેષ્ટા તેના બાળકના કલ્યાણ તરફ જ જતી હોય છે.

તમે તમારા મમ્મી, બા કે માને માટે આજનો દિવસ શું ખાસ કરી ઉજવવા ઈચ્છો છો ?

જલસો આ વર્ષે તેની છઠ્ઠી વર્ષ ગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે અમે આજે યાદ કરીએ છીએ એ દિવસ જયારે જલસો એપ લોન્ચ થઇ અને એના બીજા જ અઠવાડિયે મધર્સ ડે આવી રહ્યો હતો. અમારા માટે આ સુંદર અવસર તો હતો જ કે અમે માતૃદિન વિશેષ કઇક સુંદર પ્રસ્તુત કરીએ પણ સાથે હરખ એ વાતનો વધારે હતો કે, જલસો દ્વારા એક સુંદર ઉપક્રમની શરૂઆત માતૃવંદનાનાં વિચારથી  થઇ.

અમારા આ વિચારને આપણી ભાષા અને સંગીત ક્ષેત્રમાં ખુબ જાણીતા વ્યક્તિત્ત્વોએ સહર્ષ વધાવ્યો અને અમારી એપનો સૌથી પહેલો ઉપક્રમ માતૃવંદનાંથી થયો.

આ માતૃવંદનનો વિચાર એટલે જલસોનો પહેલો ઉપક્રમ A Letter to Maa જેમાં આપણા ગુજરાતના ખ્યાતનામ વ્યક્તિત્ત્વોએ તેમની માતાને લખેલા પત્રો વાંચ્યા છે. આ ખ્યાતનામ વ્યક્તિઓના નામ અને તેમને કહેલી વાતોના કેટલાક અંશ અહીં ઉલ્લેખવા જ રહ્યાં,

‘મમ્મી મને યાદ આવી ગયું તું કેવી રાહ જોતી ભાઈની, ભાઈ રાતે ઘરમાં આવી જાય ત્યારે એની ચિંતામાં રાતે દીવો કરતી પાણીઆરે પપ્પા ન જાણે એમ’. આ શબ્દો છે આદરણીય તુષાર શુક્લના તેમની માતા સાથે તેમની બાળપણની સ્મૃતિનાં.

જાણીતા સ્વરકાર આલાપ દેસાઈ તો પોતાના પત્રમાં ખૂબ સુંદર વાત કરે છે કે, ‘જેને મહેનતનો કોઈ વાંધો જ નથી એવી વ્યક્તિ એટલે મા, મા એવી વ્યક્તિ છે જે Alwayas willing to give. Lots of love from your aluji’

ગુજરાતી ટેલીવિઝનનું જાણીતું નામ એવા સ્વાતિ દવે કહે છે કે, ‘મમ્મી તને યાદ છે સાબરમતીમાં પૂર આવ્યું ત્યારે તે મને અને ભાઈને તું ૨૬-૨૬ કલાક સુધી અગાશી પર પડખાંમાં લઇ બેસી રહી હતી’.

લોકપ્રિય એવા અભિનેત્રી  નેત્રી ત્રિવેદી તેમની મમ્મી સાથેની Dinner datesને ઉલ્લેખતાં પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.

લોક સાહિત્યકાર સાઈરામ દવે માટે તો તેમની માતાને પહેલી વાર પત્રલખી રહ્યાં છે, તો લેખિકા આરતી પટેલ માને આજીવન શિક્ષક તરીકે સંબોધન કરે છે.

આદિતી શુક્લ ફોઝદાર, ભાવિની જાની, અભિષેક જૈન, અદિતિ રીન્દાણી, રામ મોરી, મિતાઈ શુક્લ, ઓજસ રાવલ, અમર ભટ્ટ, ચિંતન પંડ્યા, મૌલિક નાયક, મોરલી પટેલ, ઉજજ્વલ દવે અને અંશુલ ત્રિવેદી આ દરેક મહાનુભાવોએ તેમની મા સાથેના મીઠા સંસ્મરણ વાગોળ્યા.

માની મમતા અને તેના વ્યક્તિત્વ વિષે બીજી વાત કરીએ ..

એકલુ સ્ત્રીનું કહેવા કરતા કોઈ પણ વ્યક્તિમાં વ્હાલનું પ્રગટવું એટલે તેનામાં માતૃત્ત્વનું પ્રગટવું કહેવાય. કદાચ દુનિયાનું સૌથી સુંદર ઈમોશન માતૃત્ત્વ છે.

મા તરફથી મળતી હુંફ, એનો હોંકારો અને માને મળતા થતી હાશનો જોટો જડે એમ નથી. એટલે જ કાગ બાપુએ લખ્યું “મોઢે બોલું મા મને સાચે નાનપણ સાંભરે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા” માનો બાળક માટેનો પ્રેમ એટલે વ્હાલ અને સ્નેહનાં કિનારા વાળી નદી અને એ નદીનું જળ, એટલે માના સ્વભાવની સંતાનો અને પરિવાર માટે રહેલી કરુણા.

કવિ બોટાદકરની આ કવિતા દરેક ગુજરાતીના સ્મરણમાં અકબંધ હશે જ. આ કવિતામાં માના મનને, વ્યક્તિત્તને અને એના હૃદયનું આબેહૂબ વર્ણન કરાયું છે. કવિતાની કેટલીક સુંદર પંક્તિઓ.

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી રે મોરી માત રે !

પ્રભુની એ પ્રેમ તણી પૂતળી રે !

જગથી જુદેરી એની જાત રે !

અમીની ભરી એની આંખડી રે

વ્હાલના ભરેલા એના વેણ રે !

જગનો આધાર એનો આંગળી રે!,

કાળજામાં ભર્યા કૈક કોડ રે !

જનનીની જોડ સખી રે સખી રે લોલ!.

આપણા દરેક માટે માની લાગણીઓ જુદી જુદી હશે. દરેકના મનમાં માની છબી જુદી હશે. સરવાળે મા માટેનો આદર અને પ્રેમ બધાનો એક જ હોવાનો. અંતે જીભે તો પછી એક જ વાત આવે કે માથી વિશેષ કશું નહી.

બધા જ ભાવોને સામે આ એક ભાવ ચઢી જાય છે કારણ કે નવ મહિના ગર્ભમાં ઉછેરીને, પ્રસુતિની પીડા સહીને, બાળકને મોટું કરવું, મા જેમ બાળક મોટું થતું જાય તેમ બાળકને નિરંતર સાચવવાની અને દરકાર લેવામાં જરા પણ ચૂકતી નથી. જેની પાસેથી આપણને આપણા બધા જ જવાબ મળે છે એ વ્યક્તિ એટલે મા. આપણે ગમે તેટલું સામું બોલીએ, અજાણતા કવેણ બોલી દઈએ તે કોઈ દિવસ મનમાં રાખે નહીં. કવિ બોટાદકર કહે છે એમ એના “મનમાં તો મૂંગી આશિષ ઉરમાં મલકતી રહે !”

આપણો તો દરેક દિવસ મમ્મી સાથેની જીકાજીકથી શરુ થતો હશે. એટલે મમ્મી સાથે આપણો દિવસ શરુ થાય છે અને એમની સાથે પુરો થાય છે પરંતુ મધર્સ ડે ઉજવાનાની શરૂઆત ક્યારથી થઇ? કેમ થઇ ? ક્યાંથી થઇ એ વાત રસ પડે એવી છે.

અમેરિકના એના જાર્વેશે ૧૯૦૮માં પોતાની મા માટે આ દિવસ ઉજવવાનું વિચાર્યું. તેમની માતા એન રિવીસ જાર્વેશ અમેરિકાના એક ચર્ચમાં પાદરી હતા. અને તેઓ અમેરિકાના સિવિલ વોરમાં ઘાયલ સૈનિકોની સારવાર કરતાં. એ માટે તેમને એક ક્લબ પણ ખોલેલું જેનું નામ મધર્સ ડે વર્ક કલબ હતું, જેમાં એ કામ કરતા હતા. ૧૯૦૫ તેમની માતાનું અવસાન થયું અને એના જાર્વેશે કેમ્પીન શરુ કર્યું કે આપણે આપણી માનાં કાર્યોને,મહેનત,બલિદાનને વધાવવું  કંઈક કરવું જોઈએ.એ માટે હોલી ડે હોવો જોઈએ. ૧૯૦૮અમેરિકાની એ સમયની સરકારે આ પ્રસ્તાવ ના સ્વકાર્યો પરંતુ. ૧૯૧૪ વિલ્સન વૂડ્રો એ MAY મહિનાનો બીજા રવિવારને Mothers day તરીકે ઉજવવાનું ઘોષિત કરાયું. ત્યારથી વિશ્વમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.

જલસો એપમાં Mothers  day special માં ‘વાચિકમ – ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ વાર્તાઓનું પઠન’માં સાંભળો માની લાગણીઓને વાચા આપતી સુંદર વાર્તાઓ..

તમે તમારા મમ્મી, બા કે માને માટે આજનો દિવસ શું ખાસ કરી ઉજવવાનાં છો,?

Happy Mothers day !

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz