For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ગુજરાતી ગરબાનું Instrumental વર્ઝન ગરબા Lounge

Instrumental ગરબા

ગરબા એ વિશ્વભરમાં ગુજરાતીઓની ઓળખ છે. એટલે આપણે ગુજરાતીઓ આખા જગતમાં બે ત્રણ કારણસર વારંવાર લોકોની જીભે ચઢીએ છીએ. એમાંનું પહેલું છે કારણ આપણી જલેબી, ફાફડા અને ઢોકળા ખાવા પ્રત્યેની સદાચારી અને બીજું કારણ છે આપણા ગુજરાતીઓની ગરબામાં રહેલી અદાકારી.

જલસો ફર્સ્ટ ગુજરાતી મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપ આપણી ગુજરાતી ભાષાનાં વૈભવ અને તેના સૌંદર્યને પ્રકટ કરવા માટે વારંવાર પ્રયત્નશીલ રહે છે. જલસો એપ્લીકેશન પર અઢળક નાટયાત્મક રીતે પઠન થયેલ વાર્તાઓ વાચિકમના રુપમાં તૈયાર કરવામાં આવી છે. નવવિધ વિષયો પરનાં પોડકાસ્ટ અને ગુજરાતી સંગીત 24/ 7 જલસો એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. આ જ પ્રયાસોમાં આપણા ગુજરાતી સંગીતનાં અને ગુજરાતની લોક સંસ્કૃતિના ઓળખ સમા ગરબાને ધ્યાનમાં રાખીને જલસોએ એક નવતર પ્રયોગ કરવાનું વિચાર્યું.

સંગીતને પૂરી રીતે પરિભાષિત કરતું ગુજરાતનું લોકનૃત્ય એટલે ગરબા. ઢોલનાં સંગે આપણી ગરબા રમવાની પરંપરા શરદપૂનમનાં ચંદ્ર જેવી ઉજળી છે. આપણે ગુજરાતીઓ બારેમાસ ગરબા રમવા અને ગાવા ટેવાયેલા છીએ. નવરાશની પળોમાં, ઘરનું કામકાજ કરતી વખતે કે ઓફીસથી ઘરે આવતાં રસ્તામાં પણ ગરબા સાંભળીએ છીએ, રમીએ છીએ અને ગાઈએ છીએ. ગુજરાતીઓનો આપણા ગરબાઓ માટે જે ભરપૂર લગાવ છે તે જોઇને અને આપણા પ્રાચીન ગરબાઓ નવા અંદાજમાં સંભળાય એ હેતુથી જલસોએ આપણા લોક પ્રસિદ્ધ ગરબાઓને સારંગી, ગિટાર, સેક્સોફોન અને કી બોર્ડ જેવા વાદ્ય સાથે તૈયાર કર્યા છે. જલસોનાં આ ઓરિજનલ કોન્સેપ્ટમાં આ ચાર  જુદા જુદા વાદ્યો પર ગરબાની ટયુન તૈયાર કરવામાં આવી. જલસો દ્વારા ગુજરાતી સંગીતની દુનિયામાં પહેલી વાર કરવામાં આવેલ આ યુનિક કોન્સેપ્ટનું નામ ‘ગરબા lounge’ છે.

Instrumental ગરબાનાં આ કોન્સેપ્ટમાં મુખ્ય 11 ગરબાઓને આ ચાર વાદ્યોમાં ઢાળવામાં આવ્યાં છે. આ અદ્ભુત વાદ્યોના કલાકારોમાં સારંગી પર વનરાજ શાસ્ત્રી, ગિટાર પર હર્ષિલ પંચાલ. સેકસોફોન પર એલેક્ષ નઝરેથ અને કી બોર્ડ પર રક્ષિત ગજ્જરે પોતાની સંગીતની કલા પાથરી છે. અને આ આખા Instrumental ગરબાનાં કોન્સેપ્ટમાં સહભાગીદારી આપનાર અને અમુક ગરબાઓની ધૂન બનાવનાર જલસોનાં Sound Engineer પિનાક ત્રિવેદીનો ફાળો ‘ગરબા Lounge’માં સવિશેષ રહ્યો છે.

નવરાત્રિમાં હૈયેને હોઠે રહેતા ગરબાઓમાંથી એક ગરબો એટલે ‘રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે’. આ પ્રાચીન ગરબામાં સાક્ષાત દેવી અંબા જયારે ગરબા રમે ત્યારે મા અંબાનાં ગરબાને નિહાળવા બ્રહ્મલોકમાંથી ભગવાન બ્રહ્મદેવ, વૈકુઠમાંથી ભગવાન વિષ્ણુ, સ્વર્ગલોકમાંથી દેવરાજ ઇન્દ્રાણી સહીત અને ગજાનન ગણપતિ રિદ્ધી – સિદ્ધી સાથે પધારે છે.

એક વિશાળ જનસમૂહ જયારે એક સાથે તાળી લગાવે ને કેવો અદ્ભુત ગુંજરાવ થાય એ રીતે ગરબામાં ભક્ત પોતાનો ભાવ વ્યક્ત કરતા લખે છે કે, હે મા તમારા હાથે પડેલી તાળીનાં અવાજથી ત્રણેય લોક ગુંજી ઉઠે છે. અને તમને ગરબા રમતા જોવા દેવ અને દેવીઓ આવે છે. આ ભાવમય શબ્દોમાં લખાયેલ ગરબાની Tune અને એવો જ બીજો એક ગરબો ગબ્બર ગોખેથી આવ્યું ગરબાની Tune કી બોર્ડ પર રક્ષિત ગજજરે બહુ સુંદર રીતે બનાવી છે.

એવું કહેવાય છે કે સારંગી પર અલગ અલગ પ્રકારની 100 જેટલી ધૂન બનાવી શકાય છે. રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોમાં પરંપરાગત રીતે વગાડવામાં આવતું આ વાદ્ય પ્રમાણમાં અઘરું વાદ્ય ગણાય છે. અને આ અઘરા લાગતા વાદ્ય પર વનરાજ શાસ્ત્રીએ ગરબાની અદ્ભુત ટયુન બનાવી છે. સારંગી, ગીટાર અને કી બોર્ડના સમન્વયથી ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલીમાં’ જલસોનાં instrumental ગરબામાં સારંગીમાં ઢાળવામાં આવેલા ’સોનલ ગરબો શિરે… અંબે મા ચાલો ધીરે ધીરે અંબેમાં’ અને ‘ગરબો ઘૂમતો જાય … આજ માનો ગરબો ઘૂમતો જાય.’ આ ગરબો આપણે  ઢોલના તાલે ખૂબ સાંભળ્યો છે. સારંગી વાદ્યમાં આ ગરબાની ધૂન જુદી જ રીતે મનને સ્પર્શી જાય છે.

ગરબામાં ઢોલ વાદ્યનો કે ઢોલીડાનો ઉલ્લેખ નાં થાય એવું કઈ રીતે બને ? ઢોલીડાને સંબોધીને લખાયેલો ગરબો એટલે ‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વાગડમાં’ સેક્સોફોન અને  સારંગીની ટયુનમાં બહુ સુંદર રીતે રજુ થયો છે.

આદિકવિ નરસિંહ મહેતાનું પદ ’અમે મહિયારા રે ગોકુળ ગામનાં’ સારંગીના સંગમાં આખા કોન્સેપ્ટને ચાર ચાંદ લગાવે છે.

ગીટાર આપણે ત્યાં વેસ્ટર્ન મ્યુઝીક સાથે વધુ સંકળાયેલું મનાય છે. અને આ ગીટાર પર જયારે ગુજરાતી ગરબા રણકે ત્યારે તેની મજા બેવડાય જાય છે. અત્યંત મધમીઠા શબ્દોમાં લખાયેલ ગરબો એટલે ‘તું કાળીને  કલ્યાણી રે …. જ્યાં જોવું ત્યાં જોગમાયા.’ આ ગરબાને ગિટારની ઝીણી – ઝીણી અને ધીમી ધીમી મનભાવક ધ્વનિમાં સાંભળશો તો મા ભગવતી જોગમાયાનું મનોમન દ્રશ્ય ખડું થઇ જશે. ‘આસમાની રંગની ચુંદડી રે’ ગરબાની tune ગિટાર અને સેક્સોફોનમાં ખૂબ જ મનભાવન તૈયાર છે. ત્રણેય લોકમાં એક જગદંબા જ અભય પદ આપવાવાળી છે, ત્યારે આ જ વાત આપણા પ્રાચીન ગરબો ‘અંબા અભયપદ દાયિની રે’માં વ્યક્ત થઇ છે. અંબા અભયપદ દાયિની રે ગરબાની ગિટાર પરની soothing રિધમ અને તેમાં સારંગીનો classy tone આ ગરબાને નવુંજ રુપ આપે છે.

ગાયન, વાદન અને નર્તનનો ત્રિવેણી સંગમ એટલે સંગીત. અને સંગીતને વાચા આપનાર કલાકાર કે સંગીતકારની દસ આંગળીઓનો સ્પર્શ અને પ્રયાસ ઉતરે ત્યારે નવું સર્જન સંભવ બને છે. ગરબા loungeનાં ક્રીએશનમાં આ કલાકારોનો બહુ મોટો ફાળો રહ્યો છે. જલસોના નવીનતમ પ્રયાસોને જલસોના લિસનર્સે હંમેશા વધાવ્યા છે. ગરબા લાઉન્જને પણ જલસો સંભાળનાર ભાષા અને સંગીતપ્રેમીઓએ ખુબ પ્રેમથી આવકાર્યો છે. ગરબા લાઉન્જ કેમ આટલું સફળ રહ્યું એ તમે સાંભળશો એટલે અંદાજ આવી જશે. આ રહ્યું સાંભળો.

Instrumental ગરબા
ગરબા Lounge સાંભળવા આ ઈમેજ પર ક્લિક કરો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz